સ્તનપાન બહુ જ હોય છે સુંદર, જૂઓ તસવીરોમાં...

PC: tammynicolephotography.com

વિશ્વનાં 170 કરતાં પણ વધુ દેશો વર્લ્ડ બ્રેડફિડીંગ વીકની ઉજવણી કરી રહ્યા છે. ખાસ કરીને બાળકોનાં સ્વાસ્થ્ય બાબતે સ્તનપાન કેટલું મહત્વનું છે તેનાં માટે જાગૃતિ લાવવા વર્લ્ડ બ્રેડફિડીંગ વીકની ઉજવણી કરવામાં આવી રહી છે. સ્તનપાન એ કોઈ લાઈફ સ્ટાઈલની પસંદગી નથી પરંતુ એક કુદરતી પ્રક્રિયા છે. દરેક માતાની આ ફરજ છે કે બાળકના આરોગ્યને ધાવીને તંદુરસ્ત રાખે. માતા અને બાળક બન્ને માટે સ્તનપાન ફાયદાકારક છે.

મ્યુનિક સ્થિત ફોટોગ્રાફર ટેમી નિકોલેએ ધાવણ કરાવતી માતાઓનાં આકર્ષક ફોટો પાડ્યા છે અને ફોટોઝને નેટ પર મૂકી સ્તનપાનની ઝૂંબેશમાં પોતાની જોડી દીધો છે. આ પ્રોજેકટને ટેમીએ વોક્સ ઓફ મધરહૂડ ટાઈટલ આપ્યું છે. સ્તનપાન માત્ર બાળકને દુધ ધાવવા માટેની ક્રિયા નથી પણ એક સુંદર કુદરતી પરિકલ્પનાને પણ સાકાર કરે છે.

એક બાળક માતાને પણ જન્મ આપે છે.

માતાનાં ઉદરમાં દુધ હોય છે. તમારા કોઈ આવી વિશેષ શક્તિ છે ખરી?

ધાવણ કરાવાથી સ્ત્રીના સ્તનોની સુંદરતા ઘટતી નથી પરંતુ ધાવણ સ્ત્રીની સુંદરતામાં વધારો કરે છે, સ્તનોને વધુ સુડોળ, આકર્ષિત રાખી આનંદ આપે છે. 

સ્તનપાન નહી કરાવવું એક વિઘાતક લાગણીનું કાર્ય છે. બ્રેસ્ટ ફિડીંગનો અનેરો મહિમા છે અને જે કોઈ માતા ધાવણ નહી કરાવે તે માતૃત્વને લજવે છે. 

ઘણી બધી સ્ત્રીઓ સ્તનપાન અંગેની વિવિધ પ્રકારનાં પાઉડર અને પધ્ધતિઓ અપનાવે છે. કારણ કે આવી સ્ત્રીઓ પાસેથી સ્તનપાનને દુર કરી દેવાયું છે. સ્તનપાન અંગે તેમને અજ્ઞાન હોય છે અથવા ડર બેસાડી દેવામાં આવેલો હોય છે. આવી સ્ત્રીઓ પાઉડરનાં દુધનો ઉપયોગ કરશે પણ સ્તનપાન નહી કરાવે. જે ખોટું છે.

સ્તનની ડીંટી, ચામડીનું ખેંચાણ, બાળકાનાં દાંતોનું ખુંપવું અને ધાવણમાં થતું દર્દ આ બધું બહુ આસાન નથી. પરંતુ દરેક માતાએ તેને આનંદથી લઈ ધવડાવવું જોઈએ. ધાવણની પીડા જ તો બાળકને ઉછેરે છે અને માતામાંથી પોષક તત્વો મેળવે છે.

સ્તનપાન કરાવતી માતાઓને બાળકો પોતાની સૌથી નિકટ અને આત્માસાત માને છે.

સ્તનપાન માતાનું એક માત્ર અગત્યનું પાસું છે. એક સંપૂર્ણ માતા હોવાની આ એક જ રીત નથી. એક સારી વ્યક્તિ બનવા માટેની 10 લાખ રીતો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp