કોરોનામાં વેક્સીન બનાવનાર સાયરસ પૂનાવાલાને હાર્ટ ઍટેક આવ્યો, ICUમાં દાખલ

PC: ndtv.com

દેશના ટોપ -10 ધનિકોમાં સામેલ અને દુનિયાની સૌથી મોટી વેક્સીન ઉત્પાદન કંપનીના માલિક સાયરસ પૂનાવાલાને હાર્ટએટેક આવ્યો છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવમાં આવ્યા છે.

વેક્સીન બનાવતી દેશની જાણીતી કંપની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (SII)ના ચેરમેન અને એમડી ડૉ. સાયરસ પૂનાવાલાને હાર્ટ એટેક આવ્યો છે. તેમની ‘એન્જિયોપ્લાસ્ટી’ પુણેની એક હોસ્પિટલમાં કરવામાં આવી હતી. ડૉક્ટરોએ શુક્રવારે આ માહિતી આપી અને કહ્યું કે પૂનાવાલાની હાલતમાં હવે સુધારો થઈ રહ્યો છે. સાયરસ પૂનાવાલાની કંપની કોરોના વાઈરલ વેક્સીન 'કોવિશિલ્ડ' બનાવે છે.

મળતી માહિતી મુજબ, 82 વર્ષના સાયરસ પૂનાવાલાને 16 નવેમ્બરના રોજ હાર્ટએટેક આવ્યો હતો. આ પછી તેમને પૂનાની તાત્કાલિક રૂબી હોલ ક્લિનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. હોસ્પિટલે એક નિવેદનમાં કહ્યું, પૂનાવાલાની એન્જિયોપ્લાસ્ટી ડૉ. પરવેઝ ગ્રાન્ટ, ડૉ. મેકલે અને ડૉ. અભિજીત ખર્ડેકરની દેખરેખ હેઠળ કરવામાં આવી હતી. તે ઝડપથી સ્વસ્થ થઈ રહ્યા છે અને હવે તબિયત સુધારા પર છે.

રૂબી હોલ ક્લિનિકના કાર્ડિયોલોજિસ્ટ ડૉ. પરવેઝ ગ્રાન્ટે જણાવ્યું હતું કે, સાયરસ પૂનાવાલાને હાર્ટએટેક આવ્યો હતો અને હવે તઓ ઝડપથી સ્વસ્થ થઈ રહ્યા છે. તેમની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. ડો.પરવેઝ ગ્રાન્ટે કહ્યું કે પૂનાવાલાને થોડા દિવસોમાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. બીજી તરફ ડૉ.સી.એન.માખલેએ કહ્યું કે ડૉ.સાયરસ પૂનાવાલાને ICUમાં રાખવામાં આવ્યા છે અને તેમની તબિયતમાં ઝડપથી સુધારો થઈ રહ્યો છે.

આમ તો સાયરસ પૂનાવાલાની ઓળખાણ આપવાની જરૂર નથી, ,કારણકે કોરોના મહામારીના સમય દરમિયાન કોવિશીલ્ડ વેક્સીન બનાવવાને કારણે સાયરસ પૂનાવાલા અને તેમની કંપની સીરમ ખુબ ચર્ચામાં રહ્યા હતા. આમ છતા જે લોકો પૂનાવાલાને નથી જાણતા તેમને માહિતી આપી દઇએ.

સાયરસ પૂનાવાલા દેશના ટોપ 10 અમીર લોકોની યાદીમાં સામેલ છે. ડૉ. પૂનાવાલા ‘ફોર્બ્સ ઈન્ડિયા’ના 100 અમીરોની યાદીમાં 10મા ક્રમે હતા. આશરે રૂ. 83,000 કરોડની સંપત્તિ ધરાવનાર, પૂનાવાલાની કંપની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (SII) વિશ્વની સૌથી મોટી વેક્સીન ઉત્પાદક કંપની છે. તે કોરોના સહિત અનેક રોગોની વેક્સીન બનાવે છે.

સાયરસ પૂનાવાલા પોતાની લક્ઝરી અને ભવ્ય જીવનશૈલી માટે પણ પ્રખ્યાત છે. સિગાર અને ઘોડેસવારીનો શોખીન પૂનાવાલાની પાર્ટીઓમાં બોલિવૂડથી લઈને બિઝનેસ જગત સુધીની તમામ હસ્તીઓ જોવા મળે છે. સાયરસના પુત્ર અદાર પૂનાવાલા સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII)ના CEO છે અને તેમના નેતૃત્વમાં કંપની ઝડપથી વિકાસ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp