3 વર્ષનાં બાળકો પણ ડિપ્રેશનનો ભોગ બની શકે છે, આ થેરાપી કરશે મદદ

PC: headinjurylaw.com

ડિપ્રેશન એક ખૂબ જ ગંભીર બીમારી છે અને તેનું પ્રમાણ યુવાનોમાં વધુ જોવા મળે છે. પરંતુ, શું તમે ક્યારેય સાંભળ્યું છે કે 3 વર્ષનું બાળક પણ ડિપ્રેશનનો ભોગ બની શકે છે? હાલમાં જ થયેલા એક સંશોધનમાં આ ચોંકાવનારી વાત જાણવા મળી છે કે ત્રણ વર્ષનાં બાળકો પણ ડિપ્રેશન અનુભવી શકે છે. આવામાં પેરેન્ટસે ખૂબ જ સાવધાન રહીને પોતાનાં બાળકને આ બીમારીમાંથી બહાર લાવવાની જરૂર છે. નાના ભૂલકાંઓમાં ડિપ્રેશનનાં પ્રમાણને ઓછું કરવા માટે એક ખાસ પ્રકારની થેરાપીની શોધ કરવામાં આવી છે. આ થેરાપી બાળકોમાં ડિપ્રેશનનું પ્રમાણને ઘટાડે છે. તે થેરાપીનું નામ છે પેરેન્ટ ચાઈલ્ડ ઈંટ્રેક્શન થેરાપી (PCIT). આ થેરાપીની મદદથી નાની ઉંમરનાં બાળકોને ડિપ્રેશનની અસરમાંથી બહાર લાવી શકાય છે.

તમને જણાવી દઈએ કે કેટલાક કિસ્સાઓમાં ત્રણ વર્ષનાં બાળકોમાં પણ ડિપ્રેશન જોવા મળ્યું છે. જેને કારણે આ બાળકોએ સ્કૂલમાં જવાની શરૂઆત કરતાં પહેલા જ એન્ટી ડિપ્રેશન દવાઓ લેવી પડે છે. આવી સ્થિતિમાં બાળકોને સાઈકોથેરાપીની પણ જરૂર પડે છે. પેરેન્ટ ચાઈલ્ડ ઈંટ્રેક્શન થેરાપીમાં પેરેન્ટ્સને બાળકો સાથે વાત કરવાની સાચી પદ્ધતિ શીખવવામાં આવે છે.

PCITમાં ઉપયોગમાં લેવાતી ટેકનિકની મદદથી પેરેન્ટ્સ બાળકોને તેમની ભાવનાઓ પર નિયંત્રણ રાખતા શીખવી શકે છે અને સાથે જ તેમનાં યોગ્ય ભાવનાત્મક સહયોગી પણ બની શકે છે. એટલું જ નહીં, પરંતુ આ ટેકનિકની મદદથી બાળકો પોતાની ભાવનાઓને યોગ્યરીતે વ્યક્ત કરતાં પણ શીખી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp