પ્રી-ડાયાબિટીસના આ લક્ષણોને ન કરવા જોઈએ નજર અંદાજ, અપનાવો આ નુસખા

PC: twitter.com

ડાયાબિટીસ એક એવી બીમારી છે જે કોઈ પણ ઉંમરના લોકોને પોતાની ચપેટમાં લઈ લે છે. આ ડિસઓર્ડર સીધી રીતે યુરીન સાથે જોડાયેલો હોય છે. બ્લડ શુગર અનિયંત્રિત હોવાના કારણે તેની અસર શરીરના ઘણા અંગો પર થાય છે. આ હ્રદય, ગુર્દા, આંખ, લોહીની નસ અને તંત્રિકાઓ જેવા આંતરિક અંગોને પ્રભાવિત કરી શકે છે. લાંબા સમય સુધી ડાયાબિટીસ રહેવા પર આંધળાપણું, હ્રદય રોગથી લઈને કિડની ફેઈલ સુધીનો ખતરો બની રહે છે.

કોઈ પણ ડાયાબિટીસની બીમારી અચાનકથી નથી થતી. ઘણા પહેલેથી તેના એવા સંકેત મળવા લાગે છે. ઘણી વધારે તરસ લાગવી, થાક, વારંવાર પેશાબ લાગવો, અચાનક વજન ઓછું થવું, વધારે ભૂખ લાગવી, પગ અથવા હાથમાં કંપારી છૂટવી પ્રી-ડાયાબિટીસના લક્ષણ છે. પ્રી-ડાયાબિટીસમાં તમારે બ્લડ ગ્લુકોઝને સ્તરને બનાવી રાખવા માટે દવાઓ લેવાની જરૂર નથી. પ્રી-ડાયાબિટીસને જો સમય પર કંટ્રોલ ન કરવામાં આવે તો તે ઘણા ખતરાઓની સાથે ટાઈપ ટુ બની શકે છે. આયુર્વેદિક એક્સપર્ટ ડો. દીક્ષા ભાવસારે પોતાના ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં એવી ટિપ્સ શેર કરી છે જેની મદદથી 12 અઠવાડિયાથી પણ ઓછા સમયમાં પ્રી-ડાયાબિટીસ સારી થઈ શકે છે.

ડૉ. દીક્ષાનું કહેવું છે કે પ્રી-ડાયાબિટીસ લક્ષણ દેખાવા પર વ્હાઈટ શુગર એટલે કે સફેદ ખાંડ અને તેનાથી બનેલી વાનગીઓ ખાવાની એકદમ બંધ કરી દેવી જોઈએ. તેની જગ્યાએ ફળ, ગોળ અથવા મધથી મળનારા નેચરલ શુગરનું સેવન કરવું જોઈએ. તેણે લખ્યું છે- વ્હાઈટ સુગરમાં માત્ર કેલરી હોય છે. તેનાથી શરીરને ઘણા ન્યૂટ્રીશન મળતા નથી પરંતુ નેચરલ વસ્તુને પણ એક હદમાં ખાવી જોઈએ. જેમ કે એક ચમચી મધ/ગોળનો નાનકડો ટુકડો અથવા 1-2 ફળથી વધારે ખાવા જોઈએ નહીં.

ડૉ. દીક્ષા વધુમાં જણાવે છે કે પૈંક્રિયાઝ સારી રીતે કામ કરે તે માટે એક્ટિવ રહેવું અને મેટાબોલિઝમમાં સુધાર કરવો જરૂરી છે. તેણે કહ્યું છે કે- રોજના 40-50 મિનિટ યોગ અથવા મેડિટેશન અથવા 20 મિનિટ માટે પ્રાણાયામ કરવા જોઈએ. જો તમે પ્રી-ડાયાબિટીસના દર્દી છો તો તમારે ખાવાની વચ્ચેના અંતર પર ખાસ ધ્યાન આપવું જોઈએ. ડૉ. દીક્ષા કહે છે કે સૂતા પહેલા ઓછામાં ઓછા 3 કલાક પહેલા ડિનર કરી લેવું જોઈએ. તેનાથી લિવર ડિટોક્સ થાય છે. તે સિવાય બ્રેકફાસ્ટ, લંચ અને ડિનરની વચ્ચે પણ 3 કલાકનું અંતર હોવું જોઈએ. ડૉ. દીક્ષાના કહેવા પ્રમાણે, રાતના 10 વાગ્યે સૂઈ જવું જોઈએ અને પ્રી-ડાયાબિટીસના દર્દીઓએ 7-8 કલાકની પરતી ઊંઘ લેવી જોઈએ. તેણે લખ્યું છે- સારી ઊંઘ ઈમ્યુનિટી વધારે છે, ક્રોનિક ઈન્ફેલેમેશન ઘટાડે છે, શારીરિક અને માનસિક તણાવ ઓછો કરે છે અને હોર્મોન્સને પણ યોગ્ય બનાવી રાખે છે.   

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp