પીરિયડ્સ દરમિયાન મહિલાઓના સ્વાસ્થ્ય માટે ફળ અને શાકભાજી ફાયદાકારકઃ સ્ટડી

PC: indiatimes.com

પીરિયડ્સ દરમિયાન થતું પેઇન મહિલાઓના શારીરિક સ્વાસ્થ્યની સાથોસાથ તેમની મેન્ટલ હેલ્થને પણ અસર કરે છે. તેમજ પીરિયડ્સ દરમિયાન થતું પેઇન તેમની કામ કરવાની ક્ષમતાને પણ પ્રભાવિત કરી શકે છે. એવામાં ફળ અને શાકભાજી પીરિયડ્સ દરમિયાન થતા પેઇનને ઓછું કરવામાં મદદ કરી શકે છે, એવું એક સંશોધન દ્વારા જાણવા મળ્યું છે.

ફળ અને શાકભાજી ખાવાથી માસિક ધર્મના વિવિધ લક્ષણો ઓછાં થઈ શકે છે. એક નવા સંશોધનમાં આ દાવો કરવામાં આવ્યો છે. આ સંશોધનમાં મહિલાઓને સારા સ્વાસ્થ્ય માટે ફળો અને શાકભાજી ખાવાની સલાહ આપવામાં આવી છે. આ સંશોધન મેનોપોઝ જરનલમાં પ્રકાશિત કરવામાં આવ્યો છે.

પીરિયડ્સ દરમિયાન મહિલાઓના હોર્મોન્સમાં બદલાવ આવવાના કારણે ભયંકર દુઃખાવો થાય છે. એવામાં નવા સંશોધનમાં પીરિયડ્સ દરમિયાન મહિલાઓએ કઈ વસ્તુઓ ખાવી જોઈએ, જેથી તેમનું સ્વાસ્થ્ય સારું રહે અને આ દરમિયાન તેમને થતી પીડાથી બચી શકાય એ જણાવવામાં આવ્યું છે.

આ સંશોધનમા જણાવવામાં આવ્યું છે કે, પીરિયડ્સ દરમિયાન મહિલાઓએ કયા પ્રકારની જીવનશૈલી અપનાવવી જોઈએ, જેથી માસિક ધર્મના લક્ષણોથી બચી શકાય. પીરિયડ્સ દરમિયાન મહિલાઓ શું ખાય છે તે પણ તેમના સ્વાસ્થ્યને પ્રભાવિત કરે છે.

આ અગાઉના સંશોધનોમાં જણાવવામાં આવ્યું હતું કે, પીરિયડ્સ દરમિયાન મહિલાઓના ડાયટ પ્લાનમાં એસ્ટ્રોજન ઉત્પાદનમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી શકે છે. આ તેમના મેટાબોલિઝમ અને પીરિયડ્સના લક્ષણોને પ્રભાવિત કરે છે. મહિલાઓના માસિક ધર્મ અંગે કરવામાં આવેલા વિવિધ અધ્યયનોના વિશ્લેષણ બાદ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, શાકભાજી, ફળ, અનાજ અને નટ્સ મહિલાઓમાં રજોનિવૃત્તિના લક્ષણો અને ફરિયાદોને ઓછી કરવામાં મદદ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp