ડુક્કરમાં જોવા મળતો સ્વાઇન ફ્લૂ પહેલીવાર માણસમાં જોવા મળ્યો
બ્રિટનમાં સ્વાઇન ફ્લૂનો એક નવો સ્ટ્રેન સામે આવ્યો છે. ડુક્કરમાં જોવા મળતો સ્વાઇન ફલૂનો સ્ટ્રેન પહેલીવાર માનવીમાં જોવા મળ્યો છે. UK હેલ્થ સિક્યોરીટી એજન્સીએ કહ્યુ કે, બ્રિટનમાં એક વ્યકિતને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી. એના ટેસ્ટ પરથી ખબર પડી કે તેનામાં સ્વાઇન ફ્લૂનો સ્ટ્રેન H1N1 હતો. જે સામાન્ય રીતે ડુક્કરમાં જોવા મળતો હોય છે, પહેલીવાર માનવીમાં દેખાયો. જો કે આ વ્યક્તિને હવે સારું છે, પરંતુ તેનું મોનેટરીંગ ચાલું છે અને તેને સંક્રમણ કેવી રીતે થયું તેની તપાસ ચાલી રહી છે.
UKHSના ક્રિસ્ટીન મિડલ મિસનું કહેવું છે કે પશુઓમાં જોવા મળતી કેટલીક બી7મારીઓ માનવીઓમાં પણ જોવા મળતી હોય છે. H1N1, H1N2, H1N3 એ સુવરમાં જોવા મળે છે. વર્ષ 2009માં ઇન્ફ્લુએન્જા વાયરસને કારણે મહામારી ફેલાઇ હતી જેને સ્વાઇન ફલુ તરીકે ઓળખવામાં આવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp