શરીરમાં ઝેરની માત્રા વધારે છે આ 12 ફળ-શાકભાજી!તમે તો નથી કરી રહ્યાને તેનું સેવન?

PC: medicalxpress.com

ફળ અને શાકભાજી ખાવાથી શરીરને ઘણા ફાયદા મળે છે, એ વાતને નકારી ના શકાય. ફળ-શાકભાજી ખાવાથી ડાઈઝેશન યોગ્ય રીતે થાય છે, પેટ ભરેલું રહે છે, વિટામિન, ખનીજ અને ફાઈટોકેમિકલ્સ મળે છે, બ્લડ પ્રેશર યોગ્ય રહે છે, હાર્ટ હેલ્થ યોગ્ય રહે છે, ડાઈઝેશન યોગ્ય રહે છે વગેરે. પરંતુ, હાલમાં જ જાહેર કરવામાં આવેલા એક રિપોર્ટ અનુસાર, 12 પ્રકારના ફળ અને શાકભાજીના સેવનથી શરીરમાં ઝેર એટલે કે પેસ્ટીસાઈડ્સની માત્ર વધી જાય છે. તેની માત્રા વધવાથી શરીરમાં ઘણી ગંભીર સમસ્યાઓ થઈ શકે છે. આ 12 ફળ-શાકભાજીઓમાંથી ઘણી તમારી મનપસંદ પણ હોઈ શકે છે અને બની શકે કે તમે તેનું રોજ સેવન કરી રહ્યા હો.

આ રિપોર્ટ અમેરિકી એક્ટિવિસ્ટ ગ્રુપ દ્વારા દર વર્ષે જાહેર કરવામાં આવે છે. એન્વાયર્મેન્ટ વર્કિંગ રિપોર્ટ 2022માં 12 એવા ફળ અને શાકભાજી સામેલ છે જે શરીરમાં કીટનાશકની માત્રાને વધારે છે. કીટનાશક એવા કેમિકલ અથવા જૈવિક એજન્ટ છે, જેનો ઉપયોગ ફળ-શાકભાજી અને પાકને જીવજંતુ અને ઈયળથી બચાવવા માટે કરવામાં આવે છે. CNNના એક આર્ટિકલ અનુસાર, EWG 2022ના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, સ્ટ્રોબેરી અને પાલક એ ફળ અને શાકભાજીઓના લિસ્ટમાં સૌથી ઉપર છે, જે શરીરમાં સૌથી વધુ કીટનાશકની માત્રા વધારે છે. ત્યારબાદ આ લિસ્ટમાં કેળા, સરસવ, સફરજન, દ્રાક્ષ અને શિમલા મરચા પણ સામેલ છે.

EWGમાં ઝેરી રસાયણો અને કીટનાશકોના એક્સપર્ટ એલેક્સિસ ટેમકિને જણાવ્યું કે, આ ફળ-શાકભાજીને ખાવાનું બંધ ના કરો. આ ફળ-શાકભાજીઓમાંથી આવશ્યક વિટામિન, ખનીજ, ફાયબર અને એન્ટીઓક્સિડન્ટ મળે છે. એવામાં એવા ફળ-શાકભાજીને ખરીદો જે ઓર્ગેનિક હોય. જો કોઈ ઓર્ગેનિક ફૂડનું સેવન કરે તો તેના શરીરમાં વધી ગયેલું હાનિકારક કેમિકલ અને કીટનાશકની માત્રા ઝડપથી ઓછી થવા માંડે છે.

EWGના એક રિપોર્ટમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે, સૌથી ઓછાં કીટનાશકની માત્રા વધારનારા ફળ અને શાકભાજી કયા છે. આ લિસ્ટમાં સામેલ 70% ફળો અને શાકભાજીઓમાં કોઈ હાનિકારક કેમિકલ નહોતું, માત્ર 5 ટકા ફળો અને શાકભાજીઓમાં 2 અથવા વધુ કીટનાશક હતા. 46 ફળો-શાકભાજીઓના લિસ્ટમાં આવાકાડોમાં કીટનાશકોનું સ્તર સૌથી ઓછું હતું, ત્યારબાદ સ્વીટ કોર્ન, અનાનસ, કાંદા અને પપૈયા હતા. EWGના આ લિસ્ટમાં શરીરમાં સૌથી વધુ અને સૌથી ઓછાં કીટનાશકની માત્રા વધારનારા ફળ સામેલ છે.

સૌથી વધુ કીટનાશકની માત્રા વધારનારા ફળ અને શાકભાજી

 • સ્ટ્રોબેરી
 • પાલક
 • કેળા, કોલાર્ડ અને સરસવ
 • નેક્ટરીન
 • સફરજન
 • દ્રાક્ષ
 • શિમલા મરચા અને મરચા
 • ચેરી
 • પીચ
 • નાશપતી
 • અજમાના છોડ
 • ટામેટાં

સૌથી ઓછાં કીટનાશકની માત્રા વધારનારા ફળ અને શાકભાજી

 • આવાકાડો
 • સ્વીટકોર્ન
 • અનાનસ
 • કાંદા
 • પપૈયા
 • વટાણા
 • તરબૂચ
 • કીવી
 • કોબીજ
 • મશરૂમ
 • શક્કરટેટી
 • કેરી
 • શક્કરિયા

કીટનાશકોથી સ્વાસ્થ્યને જોખમ

ફળ અને શાકભાજી પર મળી આવતા કીટનાશક તંત્રિકા તંત્રને પ્રભાવિત કરી શકે છે, આંખો અને ત્વચામાં બળતરા પેદા કરી શકે છે, શરીરની હોર્મોનલ સિસ્ટમને બગાડી શકે છે, કેન્સરનું કારક બની શકે છે, વગેરે. એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર, બાળકોને કીટનાશકોવાળા ફળ-શાકભાજીથી દૂર રાખવા જોઈએ, કારણ કે હાનિકારક રસાયણ તેમના વિકાસશીલ મસ્તિષ્કને નુકસાન પહોંચાડી શકે છે. કીટનાશકોથી બાળકોમાં મેમરી લોસની સમસ્યા થઈ શકે છે. તેમજ આ કીટનાશક ભ્રૂણ વિકાસ, પ્રજનન અને મેટાબોલિઝ્મને પણ બગાડી શકે છે. આથી, હંમેશાં ઓર્ગેનિક ફળ-શાકભાજીનું જ સેવન કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp