કાનમાં દર્દ થઈ રહ્યો હોય તો અપનાવો આ સરળ ઘરઘથ્થું ઉપાય

PC: youtube.com

કાનમાં પાણી ભરી જવાને લીધે, વેક્સ જમા થઈ જવાને લીધે, સંક્રમણ અથવા ક્યારેક કાકંડા ફૂલી જવાને લીધે પણ કાનમાં દુખાવો થવા લાગે છે. આવા સમયે આપણે છઓં સંભળાવાની સાથે માછું દુખવાનું પણ શરૂ થઈ જતું હોય છે. જો તમારી સમસ્યા વધી ગઈ હોય તો રાહ જોવાને બદલે સીધો ડોક્ટર પાસે પહોંચી જવું જોઈએ. અને જો દુખાવો ઓછો હોય તો તમે અહીં પેલા કેટલાંક સરળ ઉપાયો અજમાવીને તમારા દર્દમાં આરામ મેળવી શકો છો.

તેલઃ

સરસવનાં તેલને થોડુંક ગરમ કરો ને તેની કેટલાંક ટીપા કાનમાં નાખો. થોડી વારમાં જ તમને રાહત થઈ જશે. જો તમારી પાસે સરસવનું તેલ ના હોય તો તમે બદામનું તેલ થવા કોઈ પણ સાદું તેલ ગરમ કરીને તેના ટીપા કાનમાં નાખી શકો છો.

કાંદાઃ

જો તમને સંક્રમણને લીધે કાનમાં દુખાવો થઈ રહ્યો હોય તો તેવા સમયે કાંદાનો ઉપયોગ તમારા માટે રામબાણ સાબિત થઈ શકે છે. કાંદાના રસને ગરમ કરીને તેના થોડા ટીપા કાનમાં નાકવાથઈ થોડા સમયમાં તમને દુખાવામાં રાહત મળશે.

એપ્પલ સાઈડર વિનેગર:

એપ્પલ સાઈડર વિનેગરનું પીએચ લેવલને પ્રભાવિત કરવામાં સારું કામ કરે છે. તેના કેટલાંક ટીપા કાનમાં નાખવાથી કાનમાંના બેક્ટેરીયા થવા વાયરસ નષ્ટ થઈ જાય છે. વિનેગરને છોડપં ગરમ કરીને તેના ટીપા કાનમાં નાખો અને પછી રૂ નાખીને રહેવા દો. આ વિનેગરના ઉપયોગની કોઈ સાઈડ ઈફેક્ટ નહી હોવાથી તેનો ઉપયોગ કરી શકો છો.

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp