ચશ્મા પહેરવાથી થતા નાક પરના નિશાન દૂર કરો સિમ્પલ નુસખાઓથી

13 Jan, 2018
06:31 AM
PC: womensok.com

ચશ્મા પહેરતા લોકોની એક કોમન મુશ્કેલી હોય છે કે ચશ્મા પહેરવાથઈ તેમના નાકની આજુબાજુ બંને સાઈડ નિશાન પડી જાય છે. ઘણી વખત જ્યારે ચશ્માને બદલે લેન્સ પહેરતી વખતે આ નિશાન ફેસ પર ઘણા ખરાબ લાગતા હોય છે. તો ચાલો આજે આ નિશાનને દૂર કરવા અજમાવી જોઈએ આ નુસખા.

સંતરાઃ સંતરાની છાલને તડકામાં સૂકવીને તેનો પાવડર બનાવી લો. આ પાવડરમાં અડધી ચમચી દૂધ ભેળવીને નાક પર લગાડી દો. 15 મિનિટ બાદ તેને હૂંફાળા પાણીથી ધોઈ લો. આમ કરવાથી થોડા દિવસોમાં ચશ્માના નિશાન દેખાતા બંધ થઈ જશે.

લીબુંઃ એક ચમચી લીંબુના રસમાં પાણી નાખી રૂની મદદથી ચશ્માના પડેલા નિશાન પર લગાવો. આ રસને 15 મિનિટ સુધી લગાવી રાખ્યા બાદ પાણીથી ચહેરો ધોઈ નાખો. રોજ આ લગાવાથી તમારા નિશાન ઓછા થતા દેખાશે.]

કાકડીઃ કાકડી ચહેકા પરના ધાગ-ધબ્બાને દૂર કરવાનો રામબાણ ઈલાજ છે. નાક પર ચશ્માના નિશાનને દૂર કરવા માટે પણ કાકડીનો ઉપયોગ કરવામાં આવે છે. તે માટે તમારે રોજ કાકડીના ટુકડાને નાક પર પડેલા નિશાન પર ઘસવું જોઈએ. થોડા દિવસોમાં જ તમારા નિશાન ગાયબ થઈ જશે.

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.