વારંવાર સેનેટાઈઝરના ઉપયોગથી થઈ શકે છે આ બીમારીઓ

PC: topnaturalremedies.net

શું તમે બહાર નીકળ્યા પછી કોઈ પણ વસ્તુને હાથ લગાડ્યા પછી વારંવાર પોતાના હાથને સેનેટાઈઝરથી સાફ કરો છો. તો ચેતી જજો. આ આદત તમને નુકસાન પહોંચાડી શકે છે. એ વાત સાચી છે કે સનેટાઈઝક હાથને સાફ કરવાનો સુવિધાજનક ઉપાય છે, પરંતુ આ વાતનું ખ્યાલ રાખવાનું જરૂરી છે કે તેનો સમજદારી પૂર્વક ઉપયોગ કરવામાં આવે.

સેનેટાઈઝરમાં ટ્રાઈક્લોસાન નામનું કેમિકલ હોય છે, જે હાથની ત્વચાને તરત કોરી કરી દે છે. જો તે લોહીમાં સામેલ થઈ જાય તો, માંસપેશી કો-ઓર્ડિનેશન માટે જરૂરી સેલ-કમ્યુનિકેશનને અટકાવે છે. તેના લાંબા સમય સુધીનો ઉપયોગ ત્વચાને ડ્રાય કરે છે, વાંઝણાપણું અને હ્રદય રોગને આમંત્રણ આપી શકે છે. માટે જો તમને હાથ ધોવાની જરૂરત લાગે તો, રાહ જૂઓ અને મોકો મળતા જ સાબુ અને પાણીથી હાથને ધોવા જોઈએ.

આપણે બધા જાણીએ છીએ કે બાળકો ન જાણે કેવી કેવી વસ્તુઓને હાથ લગાવતા રહે છે. તેમને હેન્ડ સેનેટાઈઝરનો ઉપયોગ તમારી સામે જ કરે તેવું ધ્યાન રાખો. ઘણી વખત બાળકો મજાક મજાકમાં તેને મોંઢામાં નાખી દેતા હોય છે. સેનેટાઈઝરમાં આલ્કોહોલની માત્રા હોવાને લીધે તે બાળકોના સ્વાસ્થ્ય પર ઘણી ખરાબ અસર કરી શકે છે.

નોર્થવેસ્ટર્ન દ્વારા કરવામાં આવેલા રિસર્ચ પ્રમાણે સાયન્સ ડેઈલી પ્રમાણે હેન્ડ સેનેટાઈઝરનો વધારે પ્રયોગ બાળકોની રોગપ્રતિકારક શક્તિને ઓછી કરે છે. બાળકોના યૂરીનમાં ઈનફ્લેમેટરી તત્વ સી-રિએક્ટીવ પ્રોટીન મળી આવ્યું છે જે રોગપ્રતિકારક શક્તિને કમજોર કરે છે. તેનો વધઆરે પડતો ઉપયોદ મોટાને પણ નુકસાન પહોંચાડી શકે છે.

હેન્ડ સેનેટાઈઝર્સમાં બેજાલ્કોનિયમ ક્લોકાઈડ ઘટક હોય છે. જે કીટાણુ અને બેક્ટેરિયાને આપણા શરીરમાંથી બહાર કાઢે છે, પંરતુ આ ઘટક આપણી ત્વચાને પણ અસર કરે છે. તેનાથી ખંજવાળ અને જલન જેવી સમસ્યા થઈ શકે છે.

સેનેટાઈઝરના ઉપયોગ કરવા પર એક મીઠ સ્મેલ આવે છે. તેના માટે ફેથલેટ્સ રસાયણનો ઉપયોગ કરવામાં આવે છે, જે એક હાનિકારક રસાયણ છે. આ રસાયણનો ઉપયોગ જાણીતી કંપનીઓ પોતાવા ઉત્પાદનમાં કરે છે પરંતુ એકદમ ઓછી માત્રામાં, જ્યારે સસ્તા પ્રસાધનોમાં તેની માત્રા વધારે હોય છે. આનો ઉપયોગ કરવાથી લીવર, કિડની, ફેફસાં અને પ્રજનન તંત્રને નુકસાન પહોંચી શકે છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp