માનવતા નેવે મૂકીઃસરકારી હોસ્પિટલના ડૉક્ટરોએ એમ્બ્યુલેંસમાંથી 2 દર્દીઓને ફેંક્યા

PC: tribuneindia,com

પંજાબની સરકારી હોસ્પિટલોમાંથી માનવતાને શરમમાં મૂકી દેનારી ઘટના સામે આવતી રહે છે. આવી જ એક ઘટના માનસા જિલ્લાની સરકારી હોસ્પિટલમાંથી સામે આવી છે. જ્યાં પાછલા ઘણાં દિવસોથી બે દર્દીઓ લાવારિસ સ્થિતિમાં દાખલ હતા. કહેવામાં આવી રહ્યું છે કે, બંને HIV, કાલા પીલીયા અને ટીબીથી પીડિત હતા. બુધવારે ડૉક્ટરોએ એમ્બ્યુલેંસ ચાલકને કહ્યું કે, તેઓ આ બે દર્દીઓને કોઇ દૂરની જગ્યા પર ફેંકી આવે.

એમ્બ્યુલેંસ ચાલકે પણ ડૉક્ટરોના કહેવા પ્રમાણે આદેશ માની લીધો. તેમને આવી નાલેશી ભરી હરકત કરતા જરા પણ શરમ આવી નહીં. એમ્બ્યુલેંસ ચાલકે બંને દર્દીઓને ગાડીમાં બેસાડ્યા. પછી તેમને કોઇ સુમસાન જગ્યા પર છોડી દીધા. એક દર્દીની તો થોડી વાર બાદ ત્યાં મોત થઇ ગઇ. કારણ કે શિયાળામાં તે ઠંડી સહન કરી શક્યો નહીં અને તેની સ્થિતિ સારી પણ નહોતી. તો બીજો દર્દી ભટકતા ભટકતા કબ્રસ્તાનની પાસે પહોંચી ગયો.

ત્યાર પછી ત્યાં કોઇએ પોલીસને આ બાબતે જાણ કરી. ત્યાર બાદ ફરી એકવાર આ દર્દીને માનસા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. જ્યાં ડૉક્ટરો અને એમ્બ્યુલેંસ ચાલકની કરતૂત સામે આવી. RTI કાર્યકર્તા માણિક ગોયલ અને શહેરના લોકોએ આ સરકારી હોસ્પિટલ પર સવાલ ઊભા કર્યા છે અને કાર્યવાહી કરવાની માગ કરી છે.

બંને દર્દીઓને સુમસાન જગ્યા પર છોડનારા એમ્બ્યુલેંસ ચાલક કાકા સિંહે પોલીસને જણાવ્યું કે, હોસ્પિટલના ડૉક્ટર આસૂ અને મેડમ ગુરવિંદર કૌરે તેને દર્દીઓને છોડી દેવા કહ્યું. જેના માટે ડૉક્ટર આસૂએ ચાલકને 400 રૂપિયા પણ આપ્યા. હાલમાં માનસાના સીએમઓએ આ ઘટના માટે એક તપાસ કમિટી બનાવવાની વાત કહી છે.

દેશની સરકારી હોસ્પિટલોની બેદરકારી કે પછી ડૉક્ટરોની ઉદ્ધતાઈના કિસ્સા રોજ સામે આવતા રહે છે. દેશના દરેક રાજ્યોની સરકારી હોસ્પિટલોમાંથી દર્દી સાથે અન્યાય થવાની ઘટનાઓના કિસ્સા સામે આવતા રહે છે.

હાલમાં જ રાજસ્થાનના ભીલવાડા જિલ્લાની એક સરકારી હોસ્પિટલમાં એક મોટી ઘટના બની હતી. જેમાં એક NICUમાં વોર્મરના ઓવરહીટ થવાને કારણે 2 નવજાત બાળકોએ જીવ ગુમાવ્યા હતા. સ્ટાફની બેદરકારીને લીધે આ મોટી ઘટના બની હતી. આ ઘટનામાં જીવ ગુમાવનારા બે નવજાતમાંથી એક બાળકી અને એક છોકરો હતો. 21 દિવસની બાળકીનું તરત મોત થયું તો બીજા બાળકનું એક દિવસ રહીને મોત થઇ ગયું. હોસ્પિટલના અધિકારીઓએ જણાવ્યું કે બાળકોની મોતના સમયે ડ્યૂટી પર મોજૂદ બે કરારયુક્ત નર્સિંગ સ્ટાફને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp