દવાથી ઉગશે નવા દાંત, જાપાનના વૈજ્ઞાનિકોએ બનાવી દવા, દરેકને ફાયદો,આ રીતે કરશે કામ

PC: expatica.com

જાપાની સંશોધકોએ એક એવી એન્ટિબોડી દવા શોધી કાઢી છે, જે તૂટી ગયા પછી દાંતને ફરીથી નવો ઉગાડી શકે છે. આ દવા ક્યોટો યુનિવર્સિટી સંલગ્ન સ્ટાર્ટઅપ કંપની ટોરેજેમ બાયોફાર્મા દ્વારા વિકસાવવામાં આવી છે.

જાપાનના વિજ્ઞાનીઓએ એક એન્ટિબોડી દવા બનાવી છે, જેની મદદથી પુખ્ત વયના દાંત તૂટી ગયા પછી ફરીથી ઉગાડી શકાય છે. વિશ્વની આ પહેલી એવી દવા છે, જેની મદદથી દાંતને કુદરતી રીતે ફરીથી ઉગાડી શકાય છે. અત્યાર સુધી તેના પ્રાણીઓ પર ટ્રાયલ પૂર્ણ થઈ ચૂક્યા છે અને હવે સપ્ટેમ્બર 2024થી આ દવાનું માનવીય પરીક્ષણ શરૂ થવાનું છે. અહીં તમને જણાવી દઈએ કે, આ દવા ક્યોટો યુનિવર્સિટી સાથે જોડાયેલી સ્ટાર્ટઅપ કંપની ટોરેજેમ બાયોફાર્મા દ્વારા તૈયાર કરવામાં આવી છે.

જાપાના એક અખબારમાં છપાયેલા અહેવાલ અનુસાર, કંપનીના સહ-સ્થાપક ડૉ. તાકાહાશીનું કહેવું છે કે, દાંતની પુનઃ વૃદ્ધિ એ દરેક ડેન્ટિસ્ટનું સપનું છે. આવી સ્થિતિમાં આ દવા મેડિકલ ક્ષેત્રે ગેમ ચેન્જર સાબિત થશે. ટોરેજેમ બાયોફાર્મા ડેવલપમેન્ટ રિપોર્ટ અનુસાર, આ ટ્રીટમેન્ટ વાસ્તવમાં USAG-1 જનીનને લક્ષ્ય બનાવે છે, જેનો ઉપયોગ દાંતની વૃદ્ધિને રોકવા અને નવા દાંતની વૃદ્ધિને વધારવા માટે થાય છે.

અત્યાર સુધી તેના ક્લિનિકલ ટ્રાયલ પ્રાણીઓ પર કરવામાં આવ્યા છે અને તમામ ટેસ્ટ સફળ રહ્યા છે. અહીં તમને જણાવી દઈએ કે, ડૉ. કાત્સુ તાકાહાશીના નેતૃત્વમાં કરવામાં આવેલા આ સંશોધનમાં ઉંદરો સહિતના પ્રાણીઓ પર પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમના દાંતની પેટર્ન માણસો જેવી જ છે.

આ સફળતાને ધ્યાનમાં રાખીને, માનવ ક્લિનિકલ ટ્રાયલ વર્ષ 2024માં એટલે કે આ વર્ષે સપ્ટેમ્બરમાં શરૂ કરવામાં આવશે અને આ માટે, સૌ પ્રથમ એવા લોકોને પસંદ કરવામાં આવશે, જેમના દાંત જન્મથી જ નથી. જો બધું બરાબર રહેશે તો, તે દાંતની દવામાં ક્રાંતિ જેવું હશે. એટલું જ નહીં, આ રીતે દાંતની સમસ્યાથી પીડિત લોકોને કુદરતી રીતે દાંત ઉગાડવાનો વિકલ્પ મળશે. એવી સંભાવના છે કે, આ દવા વર્ષ 2030 સુધીમાં લોકો માટે બજારમાં ઉપલબ્ધ થઈ શકે છે.

જાપાનના એક અખબાર અનુસાર, ટીમ 2025માં 2 થી 6 વર્ષની વયના બાળકોમાં દવાના ક્લિનિકલ ટ્રાયલ કરવાની યોજના ધરાવે છે. આ એવા બાળકો હશે જેમના જન્મથી હજુ સુધી દાંત નથી. બાળકોને દવાઓ આપવા માટે ઈન્જેક્શનનો ઉપયોગ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp