મોરારી બાપૂએ હાર્ટ એટેકથી બચવા આ કરવા કહ્યું, બોલ્યા- ઋષિમુનિઓ પણ આવું કરતા

PC: timesnow.com

ગુજરાતમાં હાર્ટ એટેકના મામલાઓ પર પ્રસિદ્ધ રામ કથાકાર મોરારી બાપૂએ ચિંતા વ્યક્ત કરી છે. મહુવામાં રામકથા સમાપનમાં તેમણે હાર્ટ એટેકથી બચવા પોતાનો તર્ક આપ્યો અને કહ્યું કે, આનાથી બચવા માટે બંને હાથેથી તાળીઓ વગાડો. જેથી લોહીની નળીઓ ખુલી જશે. મોરારી બાપૂ પહેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ રાજ્યમાં વધી રહેલા હાર્ટ એટેકના કિસ્સાઓને લઇ ચિંતા વ્યક્ત કરી ચૂક્યા છે. જોકે, ત્યાર પછી રાજ્યમાં વરિષ્ઠ કાર્ડિયોલોજિસ્ટે કહ્યું હતું કે, કોરોના પછી હાર્ટ એટેકના કિસ્સામાં કોઈ અસામાન્ય વધારો થયો નથી.

ઋષિમુનિઓ તાળી વગાડતા...

મહુવામાં કથા સમાપન સત્રમાં બાપૂએ કહ્યું કે, હાર્ટ એટેકથી બચવા માટે તાળી વગાડો. જેથી અવરુદ્ધ વાહિકાઓ ખુલી જશે. પહેલાના સમયમાં ઋષિમુનિઓ તાળી વગાડતા હતા અને ભજન કરતા હતા. તેમને ક્યારેય આ સમસ્યા થઇ નથી. જ્યારે મોરારી બાપૂ આ વાત કહી રહ્યા હતા ત્યારે ગામના લોકો જોર જોરથી તાળીઓ વગાડી રહ્યા હતા. બાપૂ કહે છે કે, આજે યુવાનો બોલે છે કે મારી ટ્યૂબ બ્લોક થઇ ગઇ છે. હું કહું છું કે જો તમે તાળી વગાડશો તો કોઇ એટેક આવશે નહીં.

ગામના લોકોને આ કારણે હાર્ટ એટેક નથી આવતા

મોરારી બાપૂએ કથામાં મોજૂદ લોકોને સલાહ આપી કે, તેઓ ભજન કરે અને તાળીઓ વગાડે. રામનું નામ લો અને મનથી શાંત થઇને નિશ્ચિત કરો તો અંદરની બંધ નળીઓ ખુલી જશે. ગામના લોકો ગરબા સમયે તાળીઓ વગાડે છે. માટે તેમને હાર્ટ એટેક આવતા નથી. ગુજરાતમાં રોજ હાર્ટ એટેકના કિસ્સા સામે આવે છે. રાજ્યમાં નવરાત્રિના 9 દિવસોમાં 30થી વધારે મોત હાર્ટ એટેકથી થઇ હતી.

સ્વાસ્થ્ય મંત્રીએ શું કહ્યું હતું

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ હાલમાં જ કહ્યું હતું કે, કોરોના કાળમાં જે લોકોને ગંભીર સંક્રમણ થયું હતું, એવા લોકો જરૂરતથી વધારે મહેનત કરવાથી બચે. તેમણે આ સલાહ પાછળ ISMRના અધ્યયનનો હવાલો આપ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp