એલન મસ્ક માનવ મગજમાં ચિપ લગાવશે, અંધત્વ અને લકવા જેવા રોગની સારવાર શક્ય બનશે
અત્યાર સુધી આપણે સાયન્ટિક ફિલ્મોમાં એવું જોયું હતું કે કોઇ વૈજ્ઞાનિક માનવ મગજમાં ચિપ ફીટ કરી દે અને પછી કમ્પ્યુટર કે ગેજેટની મદદથી તેને કંટ્રોલ કરી રહી હોય. પરંતુ હવે ટુંક સમયમાં વાસ્તવિક દુનિયામાં પણ તમને આવું જોવા મળી શકે છે. એલન મસ્કની કંપની Neuralinkને અમેરિકાના Food and Drug Administration (USFDA) તરફથી દુનિયામાં પહેલીવાર માનવ પર બ્રેઇન ઇમપ્લાન્ટ ટ્રાયલને મંજૂરી આપી દેવામાં આવી છે.આ ઈમ્પ્લાન્ટથી અંધાપો, લકવાથી છુટકારો મળી શકે છે અને મગજની બીજી ઘણી બીમારીઓ પણ નિયંત્રિત કરી શકાય છે.
આ મહત્વપૂર્ણ મંજૂરી વિશે માહિતી શેર કરતા, એલોન મસ્કના સ્ટાર્ટ-અપ ન્યુરાલિંકે જણાવ્યું હતું કે તેને મગજ પ્રત્યારોપણના હ્યુમન ટ્રાયલ માટે USFDA તરફથી મંજૂરી મળી છે. કંપનીએ જણાવ્યું હતું કે મનુષ્યો પર પ્રથમ વખતના ક્લિનિકલ ટ્રાયલમાટે USFDAની મંજૂરી મેળવવી એ તેની ટેક્નોલોજી માટે એક મહત્વપૂર્ણ પહેલું પગલુ છે.
We are excited to share that we have received the FDA’s approval to launch our first-in-human clinical study!
— Neuralink (@neuralink) May 25, 2023
This is the result of incredible work by the Neuralink team in close collaboration with the FDA and represents an important first step that will one day allow our…
ન્યૂરાલિંકના કહેવા મુજબ ક્લિનિકલ ટ્રાયલ માટે ભર્તી પ્રક્રિયા હજુ શરૂ કરવામા આવી નથી. એલન મસ્કે ડિસેમ્બર મહિનામાં એક પ્રેઝન્ટેશન વખતે કહ્યું હતું કે ન્યૂરાલિંક ઇમ્પલાન્ટનો હેતું માનવ મગજને કમ્પ્યુટર સાથે સીધો સંવાદ કરાવવા માટે સક્ષમ બનાવવાનો છે. સામાન્ય શબ્દોમાં કહીએ તો કંપની દ્રારા માનવ મગજમાં એક ચિપ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે, જે મગજની ગતિવિધીઓ પર નજર રાખશે અને ડેટા કમ્પ્યુટરને મોકલશે. કંપનીનો દાવો છે કે આને કારણે ડિપ્રેશન, ઓટિઝમ અને અન્ય માનસિક બિમારીઓની સારવાર કરવામાં મદદ મળી શકે છે.
USFDA દ્રારા ટ્રાયલને મંજૂરી મળ્યા પછી એલન મસ્કે કહ્યુ કે અમે પહેલા હ્યુમન ટ્રાયલ માટે સખત મહેનત કરી રહ્યા છે. સ્વાભાવિક છે કે અમે માનવમાં કોઇ ડિવાઇસ મુકવા માટે અત્યંત સાવધાન અને સ્પષ્ટ રહેવા માંગીએ છીએ કે આ એકદમ સારી રીતે કામ કરશે.
મસ્કની કંપની ન્યૂરાલિંક છેલ્લાં અનેક વર્ષોથી આ દિશામાં કામ કરી રહી છે. સૌથી પહેલા જુલાઇ 2019માં કંપનીએ કહ્યું હતું કે ન્યૂરાલિંગ વર્ષ 2020માં માનવ પર પહેલો ટેસ્ટ કરવામાં સક્ષમ હશે. સૌથી પહેલા આ ચિપને વાંદરાઓના મગજમાં ઇમ્પલાન્ટ કરવામાં આવી છે. પ્રેઝન્ટેશન દરમિયાન કંપનીએ અનેક વાંદરાઓને પોતાના ન્યૂરાલિંક ઇમ્પલાન્ટના માધ્મથી કેટલીક બેસિક વીડિયો ગેમ રમતા સ્ક્રીન પર બતાવ્યા હતા.
એલન મસ્કે વર્ષ 2019 પછી અનેક જગ્યાઓ પર ન્યૂરાલિંકના માનવ પરિક્ષણ વિશ ભવિષ્યવામી કરી હતી, કંપનીએ વર્ષ 2022 USFDA પાસે ટ્રાયલ માટે મંજૂરી માંગી હતી.
દરમિયાન, ન્યુરાલિંકના સાત વર્તમાન અને ભૂતપૂર્વ કર્મચારીઓએ ખુલાસો કર્યો કે FDAએ માનવ પરીક્ષણોને મંજૂરી આપતા પહેલા કંપની સાથે ઘણી ચિંતાઓ વ્યક્ત કરી હતી. આ ચિંતાઓમાં ડિવાઇસની લિથિયમ બેટરી, ઇમ્પ્લાન્ટના વાયર મગજની અંદર જવાની શક્યતા અને મગજની પેશીઓને નુકસાન પહોંચાડ્યા વિના ઉપકરણ ડિવાઇસને બહાર કાઢવા વગેરે સામેલ હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp