ચીનમાં ફેલાઈ રહેલો રોગ નિમોનિયા છે કે પછી બીજું કંઈ? હજારો કેસ આવી રહ્યા છે

PC: newscientist.com

ચીનમાં નિમોનિયા એક મોટો ખતરો બનતો જઇ રહ્યો છે. હજારોની સંખ્યામાં બાળકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યા છે. નિમોનિયાનો પ્રકોપ એટલો છે કે WHO પણ ચીનમાં વધી રહેલી આ બીમારી પર નજર રાખી કહ્યું છે. કારણ કે કોરોના વાયરસની શરૂઆત પણ ચીનથી જ થઇ હતી. એવામાં નિમોનિયાના વધી રહેલા કેસ મોટા ખતરાનો સંકેત આપી રહ્યો છે.

જણાવીએ કે, નિમોનિયા પણ ફેફસાની એક બીમારી છે. જે એકથી બીજા વ્યક્તિમાં ફેલાઈ છે. હાલમાં એ જાણ નથી થઇ રહી કે ચીનમાં આ બીમારી આટલી ઝડપથી શા માટે ફેલાઈ રહી છે. પણ વધતા કેસોથી નવી મહામારીનું રિસ્ક પણ દેખાઈ રહ્યું છે. એવામાં એ જાણવું જરૂરી છે કે ચીનમાં નિમોનિયા શા માટે આટલી ઝડપથી ફેલાઈ રહ્યું છે. શું આ કોવિડનું નવું રૂપ છે?

આ વિશે એક્સપર્ટ્સનું કહેવું છે કે, નિમોનિયાના કેસ આટલી ઝડપથી વધી રહ્યા છે તે ખતરાની વાત છે. બની શકે કે નિમોનિયાનો કોઇ નવો સ્ટ્રેન આવ્યો હોય, જેને લીધે કેસોમાં વધારો થઇ રહ્યો છે. હાલમાં જે લક્ષણ સામે આવી રહ્યા છે તેમાં ખાંસી, ઉદરસ, શ્વાસ લેવામાં મુશ્કેલીની સમસ્યા થઇ રહી છે. આવા જ લક્ષણો કોરોનામાં પણ હતા. માટે એવી પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે કોરોનાનો કોઇ નવો સ્ટ્રેન તો સામે નથી આવ્યો ને, જે બાળકોને પોતાનો શિકાર બનાવી રહ્યો છે.

આ માઈકોપ્લાઝ્મા નિમોનિયા કે કોરોનાનો નવો સ્ટ્રેન હોઇ શકે

દિલ્હીના સફદરગંજ હોસ્પિટલમાં પૂર્વ રેઝિડેન્ટ ડૉ. દીપક કુમાર સુમન જણાવે છે કે, નિમોનિયા પણ ઘણાં પ્રકારના હોય છે. જેમાં એક માઈકોપ્લાઝ્મા નિમોનિયા હોય છે. જેને મેડિકલની ભાષામાં વોકિંગ નિમોનિયા કહેવામાં આવે છે. આ નિમોનિયાનો એક ખતરનાક પ્રકાર છે, જે ઝડપથી ફેલાઈ છે. બની શકે કે ચીનમાં આ જ નિમોનિયા ફેલાઈ રહ્યો હોય. જોકે હજુ સુધી આના વિશે કોઇ સ્પષ્ટતા બહાર આવી નથી, કે ચીનમાં શ્વાસ સંબંધિત બીમારીઓ શા માટે વધી રહી છે. એવું પણ બની શકે કે આ કોરોનાનો જ કોઇ સ્ટ્રેન હોય.

બાળકો શા માટે નિશાના પર

મહામારી વિશેષજ્ઞ ડૉ. અજય કુમાર જણાવે છે કે, હવે ચીનમાં કોરોનાના કેસ ઓછા થયા તો નિમોનિયા આવી ગયો. જે ઘણા હદ સુધી કોરોના જેવો છે. એવામાં એ જોવાનું રહેશે કે આ કોરોનાનો કોઇ નવો સ્ટ્રેન તો નથી ને? જે નિમોનિયા જેવા લક્ષણ પેદા કરી રહ્યો છે. કારણ કે કોરોનાની પાછલી લહેરમાં બાળકોમાં સંક્રમણ ઓછું થયું હતું, તો બની શકે કે આ વખતે જે સ્ટ્રેન બદલાયો છે તે બાળકોને શિકાર બનાવી રહ્યો છે. જોકે, આના વિશે કેસ હિસ્ટ્રી અને જીનોમ સીક્વેસિંગથી જાણ થઇ શકશે.

શું ચીનમાં નવી મહામારી આવશે?

આ સવાલ પર ડૉ. અજય જણાવે છે કે, આ વિશે કશું પણ કહેવું ઉતાવળ રહેશે. હાલમાં એ જોવાનું રહેશે કે નિમોનિયાથી કેટલા બાળકો સંક્રમિત થઇ રહ્યા છે અને તેમાં પણ કેટલાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યા છે. સાથે જ એ પણ જોવાનું રહેશે કે આ નિમોનિયાની સંક્રામક દર કેટલી છે. હજુ થોડા દિવસ રાહ જોવાની રહેશે, ત્યાર પછી જ ચીનમાં ફેલાઈ રહેલી આ બીમારીને લઇ તસવીર જરા ખુલ્લી થશે. છતાં આપણે ચેતીને રહેવાની જરૂર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp