પ્રોટીન પાવડર લેવાથી બોડી બનવાને બદલે થઈ શકે છે ખરાબ, જાણો કારણ

PC: beastnutrition.store

ફિટનેસ ઈન્ડસ્ટ્રીમાં સૌથી વધુ જે બોડી બિલ્ડિંગ સપ્લીમેન્ટનો પ્રયોગ થાય છે, તે છે પ્રોટીન સપ્લીમેન્ટ. તેને સામાન્ય ભાષામાં પ્રોટીન પાવડર પણ કહેવાય છે. પ્રોફેશનલ બોડીબિલ્ડર હોય કે પછી બિગિનર, દરેક વ્યક્તિ એક્સરસાઈઝ બાદ પ્રોટીન પાવડર પીએ છે.

જોકે, કેટલાક રિસર્ચ જણાવે છે કે પ્રોટીન પાવડર લેવાના ફાયદા તો છે પરંતુ, તેની કેટલીક સાઈડ ઈફેક્ટ્સ પણ છે. હાર્વર્ડ મેડિકલ સ્કૂલના એક રિપોર્ટ અનુસાર, એક સ્ટડીમાં 134 પ્રોટીન પાવડરમાં 130 પ્રકારના ખતરનાક કેમિકલ મળી આવ્યા હતા.

હાર્વર્ડના એફિલેટેડ બ્રિધમ અને વુમન હોસ્પિટલમાં ન્યૂટ્રિશનિસ્ટ ડિપાર્ટમેન્ટના ડાયરેક્ટર કેથી મેકમેનસનું કહેવુ છે કે, હું કેટલાક ખાસ મામલાઓને છોડીને પ્રોટીન પાવડરનો ઉપયોગ કરવાની સલાહ નથી આપતી. પ્રોટીન પાવડર કોઈ એક્સપર્ટની દેખરેખમાં જ લેવો જોઈએ. જો તમે પણ પ્રોટીન પાવડર સપ્લીમેન્ટનો પ્રયોગ કરતા હો તો આ આર્ટિકલ જરૂર વાંચો.

પ્રોટીન પાવડર શું હોય છે?

પ્રોટીન પાવડર સપ્લીમેન્ટ, પાવડરના રૂપમાં હોય છે. પ્રોટીન પાવડર ઘણા રૂપમાં આવે છે. જેમ કે કેસીન, વ્હે પ્રોટીન વગેરે. પ્રોટીન પાવડરમાં ખાંડ, આર્ટિફિશિયલ સ્વીટનર, વિટામિન, મિનરલ મિક્સ કરવામાં આવે છે.

માર્કેટમાં મળનારા પ્રોટીન પાવડરના એક સ્કૂપમાં 10થી 30 ગ્રામ સુધી પ્રોટીન હોઈ શકે છે. ન્યૂટ્રિશનિસ્ટ કેથી મેકમેનસના જણાવ્યા અનુસાર, જો કોઈ પ્રોટીન પાવડરનો ઉપયોગ કરતું હોય તો તેની કેટલીક સાઈડ ઈફેક્ટ્સ પણ થઈ શકે છે. જોકે, સપ્લીમેન્ટથી થનારી સાઈડ ઈફેક્ટનો ડેટા ખૂબ જ સીમિત છે. છતા એ વાતનો ઈન્કાર ના કરી શકાય કે, પ્રોટીન પાવડરના પણ સાઈડ ઈફેક્ટ્સ થઈ શકે છે.

મેકમેનસ કહે છે, પ્રોટીન પાવડર સપ્લીમેન્ટની સમય અનુસાર સાઈડ ઈફેક્ટ સામે આવે છે. તેને લેવાથી ડાઈઝેશન સંબંધી મુશ્કેલી થઈ શકે છે. મોટાભાગના પ્રોટીન પાવડરને દૂધમાંથી બનાવવામાં આવે છે. જે લોકોને ડેરી પ્રોડક્ટ્સની એલર્જી હોય છે અથવા જે લોકો લેક્ટોઝને ડાયજેસ્ટ નથી કરી શકતા, તેમને પેટ સંબંધી મુશ્કેલી થવા માંડે છે.

મેકમેનસ જણાવે છે કે, કેટલાક પ્રોટીન પાવડરમાં ઓછી ખાંડ હોય છે અને અન્યમાં ખૂબજ વધુ હોય છે. આ એકસ્ટ્રા ખાંડ ઘણી રીતે શરીરને પ્રભાવિત કરી શકે છે. આ પ્રોટીન પાવડર્સમાં વધુ કેલેરી હોવાના કારણે વજન વધવા માંડે છે અને બ્લડ સુગર લેવલ પણ વધી જાય છે. અમેરિકન હાર્ટ એસોસિએશન મહિલાઓ પ્રત્યે પ્રતિ દિન 24 ગ્રામ ખાંડ અને પુરુષો માટે 36 ગ્રામ ખાંડ ખાવાની ભલામણ કરે છે.

હાર્વર્ડ મેડિકલ સ્કૂલના એક રિપોર્ટ અનુસાર, 2020માં ક્લીન લેબલ પ્રોજેક્ટ નામના એક નોન પ્રોફિટ ગ્રુપે પ્રોટીન પાવડરમાં ઝેરીલા પદાર્થ વિશે રિપોર્ટ જાહેર કર્યો હતો. રિસર્ચર્સે 134 પ્રોટીન પાવડર પ્રોડક્ટની તપાસ કરી હતી અને જાણવા મળ્યું હતું કે, તે પ્રોડક્ટ્સમાં 130 પ્રકારના ઝેરીલા પદાર્થ હતા.

આ રિપોર્ટ અનુસાર, ઘણા પ્રોટીન પાવડરમાં ભારે માત્રામાં ધાતુ (સીસુ, આર્સેનિક, કેડમિયમ અને પારો), બિસ્ફેનોલ-એ (બીપીએ, પ્લાસ્ટિક બનાવવા માટે કરવામાં આ છે), કીટાણુનાશક અને અન્ય ખતરનાક કેમિકલ હોય છે. આ કેમિકલ્સથી કેન્સર અને અન્ય બીમારીઓનું જોખમ વધી જાય છે. પ્રોટીન પાવડરમાં કેટલાક ઝેરી પદાર્થ ભારે માત્રામાં હતા. દાખલા તરીકે, એક પ્રોટીન પાવડરમાં બીપીએની માત્રા નક્કી કરવામાં આવેલી મર્યાદા કરતા 25 ગણી વધુ હતી. જોકે, તમામ પ્રોટીન પાવડરમાં આ ઝેરી પદાર્થની વધુ માત્રા નહોતી.

પ્રોટીન પાવડર લેવા કે નહીં?

ન્યૂટ્રિશનિસ્ટ કેથી મેકમેનસ કહે છે કે, હંમેશાં કેમિકલ ફ્રી પ્રોટીન પાવડર લેવો જોઈએ. પરંતુ, એ વાતનું ખાસ ધ્યાન રાખો કે ડૉક્ટર્સ અથવા એક્સપર્ટની સલાહ વિના કોઈપણ સપ્લીમેન્ટનો ઉપયોગ ના કરો. શક્ય હોય ત્યાં સુધી પ્રોટીન સપ્લીમેન્ટની જગ્યાએ પ્રોટીનવાળા ફૂડ જેમકે- ઈંડા, નટ્સ, મીટ, દહીં, દાળ, બીન્સ, માછલી, પનીર વગેરેનું સેવન કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp