ભારતમાં કોરોનાની ફરી એન્ટ્રી, આટલા નવા પોઝિટિવ કેસો નોંધાયા

PC: indiatoday.in

ભારતમાં કોરોનાની ફરી એન્ટ્રી થઇ છે અને નવા 148 લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે શનિવારે આ અંગે અપડેટ કર્યું છે. કોરોના વિરોધી રસીના 220.67 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. આ સમાચાર પેનિક ફેલાવવા માટે નથી,પરંતુ લોકોને માહિતી પુરી પાડવાનો છે. લોકોને ખબર હોવી જોઇએ કે દેશમાં આરોગ્યમાં શું ચાલી રહ્યું છે?

દુનિયાભરમાં હજારો લોકોનો ભોગ લેનાર કોરોના રોગચાળો હજુ પણ ચિંતાનો વિષય છે. શિયાળાની શરૂઆત સાથે જ ભારતમાં કોરોના વાયરસના સંક્રમણના નવા કેસ સામે આવ્યા છે. આ પછી, સંક્રમણ વધારાને લઈને ફરી એકવાર ચિંતા ઉભી થઇ છે.

સમાચાર એજન્સી PTIના અહેવાલ મુજબ, ભારતમાં એક દિવસમાં કોરોના વાયરસના સંક્રમણના 148 નવા કેસ નોંધાયા છે. શનિવારે,9 ડિસેમ્બના દિવસે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અપડેટ ડેટામાં આ માહિતી આપવામાં આવી છે. સવારે 8 કલાકે અપડેટ કરાયેલા આંકડા મુજબ દર્દીઓની સંખ્યામાં વધારો થયા બાદ હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓની સંખ્યા વધીને 808 થઈ ગઈ છે જે ચિંતાજનક છે.

ભારતના આરોગ્ય વિભાગના આંકડા અનુસાર, અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ કેસોની સંખ્યા 4 કરોડ 50 લાખ 2 હજાર 889 છે. જ્યારે મૃતકોની સંખ્યા 5 લાખ 33 હજાર 306 છે. જ્યારથી કોરોના ભારતમાં આવ્યો હતો ત્યારથી અત્યાર સુધીના આંકડા છે.

હેલ્થ બુલેટિનમાં કહેવામાં આવ્યું છે કે 4 કરોડ 44 લાખ 68 હજાર 775 લોકો સંક્રમણમાંથી સાજા થઈને ઘરે પરત ફર્યા છે, જે રાહતની વાત છે. દેશમાં સંક્રમણમાંથી સાજા થવાનો દર 98.81 ટકા છે જ્યારે મૃત્યુ દર માત્ર 1.19 ટકા છે. સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઈટ અનુસાર, અત્યાર સુધીમાં દેશભરમાં એન્ટી-કોવિડ રસીના 220.67 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.

જાણકારોના કહેવા મુજબ ભારતમાં મોટાભાગના લોકોએ વેક્સીનના બંને ડોઝ લઇ લીધા છે એટલે એક મોટી રાહતની વાત છે, પરંતુ લોકોએ પોતાની કાળજી જાતે રાખવી પણ જરૂરી છે.

કોરોના પછી, ચીનમાં રહસ્યમય ન્યુમોનિયા ફેલાઈ રહ્યો છે અને દેશમાં કેટલાક કેસ પણ મળી આવ્યા છે, જેને લઈને કેન્દ્રએ પહેલેથી જ એલર્ટ જાહેર કરી દીધું છે. દરમિયાન, કોરોનાના નવા કેસોમાં વધારાને કારણે દેશમાં ફરી એકવાર ચિંતા વધવા લાગી છે. આપણે એવી આશા રાખીએ કે ફરી એકવાર કોરોના મોટા પાયે ઉપાડો ન લે. નહીં તો ફરી માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સ અને વારંવાર હાથ ધોવાના નિયમો  પાળવા પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp