તમારામાં જ છૂપાયેલી છે તમારી ખુશી, માત્ર આ વાતોને તમારા જીવનમાં ઉમેરો

PC: sunderland.ac.uk

જો હું તમને પુછું કે તમે તમારી લાઈફમાં કેચલા ખુશ છો. તો મોટાભાગના લોકોનો જવાબ નકારાત્મક હશે અને તેઓ પોતાના આ જવાબના પક્ષમાં કોઈ તર્ક પણ સરળતાથી આપી દેશ. પરંતુ શું તમને વિચાર્યું છે કે તમે જે સ્થિતિમાં છો અથવા તમે જેટલા પણ ખુશ છો તેના માટે કોણ જવાબદાર છે. કિસ્મત? ના. તમારી ખુશી અને દુખ માટે તમે પોતે જ જવાબદાર છો. જો તમે નીચે જણાવેલી વાતો તમારા જીવનમાં ઉમેરશો તો તમારી લાઈફ ખુશીથી ભરાઈ જશે.

આજકાલની ભઆગદોડવાળી લાઈફમાં લોકોની પાસે પોતાના માટે પણ સમય નથી. શરીર અને મનના જે સુખ માટે આપણે આટલી મહેનત અને ભઆગદો કરીએ છે, અસલમાં આ આદત આપણા શરીરને નુકસાન કરે છે. કસરત વગર, અનિયમીત જીવન અને પ્રકૃતિથી દૂરીના લીધે પણ તમારું શરીર ઘણી બીમારીનો શિકાર બને છે. જો તમે દિવસ દરમિયાન 30 મિનિટ કુદરત સાથે અથવા પોતાની જાત સાથે વીતાવશો તો તેનાથી તમારું મગજ શાંત થશે અને તમે સ્વસ્થ રહેશો.

કસરત માત્ર શરીરને જ સારું નથી રાખતી પરંત તમારા મગજને પણ શાંત અને સ્થિર રાખે છે. કસરત કરતી વખતે પસીનો થવો ઘણા લોકોને ખરાબ લાગે છે પરંતુ જણાવી દઈએ કે પસીનો પણ તમારી ખુશીમાં મહત્ત્વપુર્ણ ભૂમિકા ભજવે છે. અસલમાં જ્યારે પસીનો થાય છે, તો તમારું શરીર એન્ટીબોડીઝ રીલિઝ કરે છે, જેનાથી તમારો મૂડ સારો રહેશે અને તમને સારું ફીલ થશે.

જો તમે તમારા શરીરની જરૂરિયાત પ્રમાણે ઊંઘ લો છો, તો તમારું શરીર અને મગજ બંને સ્વસ્થ રહે છે. શોધ પ્રમાણે કોઈ પણ સ્થિતિમાં તમારે ચાર કલાકથી ઓછું ઊંઘવું જોઈએ નહીં.

સંગીત કોઈના પણ મૂડને સારો કરવામાં ઘણો મહત્ત્વનો ભાગ ભજવે છે. તમારી પોતાની વ્યસ્ત લાઈફમાં થોડો સમય કાઢીને હેડફોનમાં પોતાના મનપસંદ સંગીત સાંભળવાની સાથે થોડો ડાન્સ અને થોડું ગાવું જોઈએ. આમ કરવાથી શરીરમાંથી સ્ટ્રેસ થોડા સમયમાં દૂર થઈ જશે અને તમે રીલેક્ષ થઈ જશો.

ઘણા લોકોને અજીબ લાગતું હોય છે જ્યારે તે કોઈને કહેતા સાંભળે કે સ્ટ્રેસને દૂર કરવા માટે તેઓ લખે છે. પરંતુ જ્યારે મગજમાં નકારાત્મક વિચારો ચાલી રહ્યા હોવ તેને જો તમે કશે અભિવ્યકત કરી દો, તો તમારું મગજ તે વિચારને ભૂલવાવાળી કેટેગરીમાં નાખી દે છે. માટે રિલેક્ષ થવા માટે લેખન પણ સારું ગણવામાં આવે છે.

બીજા સાથે તમારી ખુશી વહેંચવાથી પણ તમને ખુશી મળશે. જ્યારે તમારા લીધે બીજા વ્યક્તિને ખુશ થતા જોશો તો તમારી ખુશી બેગણી વધી જશે. આ સિવાય તમારા વ્યસ્ત શિડ્યુલમાંથી તમે તમારી હોબી માટે સમય કાઢીને પણ ખુશ થઈ શકો છો.    

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp