ફાયદા સાથે કોન્ડોમના આ 3 નુકસાન વિશે પણ જાણી લો, સાવચેત રહો
જ્યાં પણ વાત કોન્ટ્રાસેપ્શનની આવે છે ત્યાં સૌથી વધુ કોન્ડોમનું નામ જ હોય છે. સમગ્ર દુનિયામાં અનવોન્ટેડ પ્રેગ્નેન્સી અટકાવવા અને STDથી બચવા માટે બચાવવા માટે કોન્ડોમનો ઉપયોગ કરવામાં આવે છે. ડૉક્ટર્સનું પણ એવુ જ કહેવુ છે કે, કોન્ડોમ સૌથી બેસ્ટ કોન્ટ્રાસેપ્ટિવ ઓપ્શન છે. થોડી હદ સુધી આ ફેક્ટ સાચુ પણ છે, પરંતુ શું તમને ખબર છે કે કોન્ડોમના કેટલાક સાઇડ ઇફેક્ટ્સ પણ હોય છે. તે સંપૂર્ણરીતે સક્સેસફુલ નથી, એ ફેક્ટ તો કદાચ જગજાહેર છે પરંતુ, આ ઉપરાંત પણ કેટલીક એવી વાતો છે જે કોન્ડોમને બેસ્ટ નથી બનાવતી. લેપ સર્જન અને ગાયનેકોલોજિસ્ટ ડૉક્ટર ગરિમા શ્રીવાસ્તવ એમડીએ ઇન્સ્ટાગ્રામ પર તેની સાથે સંકળાયેલી જાણકારી શેર કરી છે. તેમણે એ પણ જણાવ્યું કે, આખરે કોન્ડોમનો ઉપયોગ કેટલો યોગ્ય છે અને તેની સાથે સંકળાયેલી સાઇડ ઇફેક્ટ્સ શું છે.
કોન્ડોમના ઉપયોગ કરવાના ત્રણ સાઇડ ઇફેક્ટ્સ
કોન્ડોમ દ્વારા આમ તો 97% સક્સેસ રેટ મળી શકે છે પરંતુ, એક રિસર્ચ માને છે કે તેનો સેક્સેસ રેટ તેના કરતા પણ ઓછો છે. એવુ એટલા માટે કારણ કે ઘણા લોકો તેનો યોગ્ય ઉપયોગ જ નથી કરી શકતા. એવામાં કોન્ડોમનું કામ નથી થઈ શકતું. જો તેના સાઇડ ઇફેક્ટ્સ નીચે મુજબ છે.
લેટેક્સ એલર્જી
તમને કદાચ તેના વિશે જાણકારી ના હોય પરંતુ, ઘણા લોકોને લેટેક્સની એલર્જી હોય છે. લેટેક્સ એ સબ્સટેન્સ હોય છે જેના દ્વારા દુનિયાભરમાં કોન્ડોમ બનાવવામાં આવે છે. આ એલર્જી ઘણી કોમન છે અને ગાયનેકોલોજિસ્ટ્સની પાસે અવાર-નવાર આ પ્રકારના કેસ આવતા રહે છે. જોકે, હવે લેટેક્સ એલર્જીથી પીડિત લોકો માટે અન્ય મટિરિયલના બનેલા કોન્ડોમનો આવવા માંડ્યા છે જેમકે, પોલ્યુરેથેન કોન્ડોમ (polyurethane condoms) અથવા લેમ્બ સ્કિન કોન્ડોમ પરંતુ તે ખૂબ જ મોંઘા હોય છે અને રેગ્યુલર કોન્ડોમની જેમજ સરળતાથી નથી મળતા.
સેક્સુઅલ પ્લેઝરની ઉણપ
કોન્ડોમના ઉપયોગથી સેક્સુઅલ કેન્સિટિવિટી ઓછી અનુભવાય છે. જોકે, તે કોઈ સાયન્ટિફિક ફેક્ટ નથી. છતા ઘણા લોકો તેની ફરિયાદ કરે છે. એવા કપલ્સ જે કોન્ડોમની સાથે અન્ય કોન્ટ્રાસેપ્ટિવ રીતોનો પણ ઉપયોગ કરે છે તેમને કોન્ડોમ થોડી ઝંઝટભરી લાગી શકે છે. કેટલાક કપલ્સની ફરિયાદ હોય છે કે લેટેક્સ કોન્ડોમ અસલમાં સેક્સુઅલ પ્લેઝરને ઓછું કરી શકે છે.
ઓઇલ બેસ્ટ લ્યૂબ્રિકેન્ટ્સની સાથે ના કરી શકીએ ઉપયોગ
એ કદાચ કોન્ડોમની સૌથી મોટી ખામી કહી શકાય. ઓઇલ બેસ્ટ લ્યૂબ્રિકેન્ટ્સ જેવા કે વેસેલીન, ઓઇલ, કેટલાક પ્રકારના જેલ વગેરે કોન્ડોમ સાથે ઉપયોગ ના કરી શકાય. ઘણા મામલાઓમાં મહિલાઓને નેચરલ લ્યૂબ્રિકેશનની કમી અનુભવાય છે. એવામાં જો ઓઇલ બેસ્ટ લ્યૂબ્રિકેન્ટ્સ યુઝ કરી લેવામાં આવે, તો તેનાથી ફ્રિક્શન પેદા થઈ શકે છે. તે કોન્ડોમના સ્લિપ થવાનું કારણ બની શકે છે. સાથે જ, તેલના કારણે ફાટી પણ શકે છે. એવામાં ઘણીવાર મહિલાઓ માટે પ્રોબ્લેમ ઊભી થઈ શકે છે.
કોન્ડોમની સાથે વધુ ફ્રિક્શનની સમસ્યા હંમેશાં રહે છે. જો ક્યારેક ઇન્ટરકોર્સ દરમિયાન વધુ ફ્રિક્શન થયુ, તો તે ફાટી શકે છે. જો એવી કોઈ સમસ્યા લાગી રહી હોય, તો સારું એ રહેશે કે તમે ડૉક્ટરને કોન્ટ્રાસેપ્ટિવ રીતો વિશે પૂછો. તમારી મેડિકલ હિસ્ટ્રી અને સેક્સુઅલ લાઇફના આધાર પર ડૉક્ટર તમને યોગ્ય ગાઇડન્સ આપી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp