પ્રોટીન પાઉડર બનાવતી કંપનીને કોર્ટે મોટો દંડ ફટકાર્યો
આ વર્ષની શરૂઆતમાં પ્રોટીન પાઉડર બનાવતી અનેક બ્રાન્ડ તપાસના દાયરામાં આવી ગઇ છે.કંપનીઓ જે પ્રોડક્ટમાં દાવો કરે છે તે ખોટા સાબિત થઇ રહ્યા છે. આવા જ એક કેસમાં કોર્ટે કંપનીને મોટો દંડ ફટાકાર્યો છે.
લીવરડોક નામથી જાણીતા લોકપ્રિય હેપ્ટોલોજીસ્ટ સીરીએફ એબી ફિલીપે એક રિપોર્ટ જારી કર્યો હતો એ પછી પ્રોટીન બ્રાન્ડ સામે તવાઇ ઉભી થઇ છે. આ રિપોર્ટમાં બિગ મસલ્સ કંપની દ્વારા વેચવામાં આવતા પ્રોટીન પાવડર સૌથી ખરાબ હોવાનું કહેવાયું હતું. એક ગ્રાહકે લેબમાં ટેસ્ટીંગ કરાવ્યું તો કંપનીના દાવા ખોટા નિકળ્યા. કંપનીએ પ્રોડક્ટ પર દાવો કર્યો હતો કે, 100 ટકા પરફોર્મન્સ અને શૂગર સામેલ નથી, પરંતુ લેબ રિપોર્ટમાં શૂગર સામેલ હોવાનું સામે આવ્યું. કોર્ટે બિગ મસલ્સને 1.1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp