શિયાળો-ઉનાળો બંને ઋતુમાં સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે આ 4 ફળ

PC: nutritionadvance.com

ગરમીઓની તુલનામાં શિયાળામાં વધું ફળ મળતા હોય છે. જેમ કે સંતરા,જામફળ,ચીકુ દાડમ સહિત પૌષ્ટિક ફળ ખાવાથી શરીરમાં વિટામિન,મિનરલ્સ, આયરન,કેલ્શિયમ વગેરેની ઉણપ પૂરી થાય છે. તેમજ ગરમીની સિઝનમાં કેરી વધું મળે છે, પરંતુ કેટલાક ફળ એવા પણ છે જે દર સિઝનમાં ઉપલબ્ધ હોય છે અને ખાવામાં પણ ગુણકારી હોય છે. જેને તમે પોતાની ડાઇટમાં સામેલ કરી શકો છો. તો આવો જોઇએ કયા ફળ ખાવાથી તમારૂ સ્વાસ્થ્ય તંદુરસ્ત રહેશે.

ખજૂર

ખજૂર ખાવામાં ખુબ જ સ્વાદિષ્ટ હોય છે, તેમાં પોટેશિયમ,કોપર,વિટામિન બી,મેગ્નેશિયમના સિવાય જરૂરી પૌષ્ટિક તત્વ સામેલ હોય છે. ખજૂર ખાવાથી શરીરને ભરપૂર એનર્જી મળે છે. દરરોજ ગરમ દૂધની સાથે 2 ખજૂર ખાવીથી ઠંડીથી બચી શકાય છે.

જામફળ

જામફળ શિયાળો અને ઉનાળો બંને ઋતુમાં મળે છે. આ ફોલિક એસિડ સારો સ્ત્રોત છે. પેટ અને કબજિયાતથી પરેશાન છે તો જામફળ ખાવાથી ફાયદો મળે છે. તે ઉપરાંત પ્રતિરોધક શક્તિ વધારવામાં પણ જામફળ ખુબ લાભકારી છે. ડાયાબિટીસના દર્દીએ જામફળ ખાવાથી ફાયદો મળે છે.

સફરજન

ફાઇબર અને વિટામીન સીથી ભરપૂર સફરજન શરીરમાં પાણીની ઉણપ પૂરી કરવાની સાથે-સાથે લોહીની ઉણપ પણ પૂરી કરે છે. સફરજન ખાવાથી ઘણી બિમારીઓ દૂર થાય છે. દરરોજ એક ગ્લાસ સફરજનનું જ્યૂસ અથવા એક સફરજન જરૂર ખાવું જોઇએ.

કેળું

હાડકાં અને દાંતને મજબૂત બનાવવા માટે કેળું બેસ્ટ છે.આ પોટેશિયમ અને આયરનનું પણ સારૂ સ્ત્રોત છે. કબજિયાત,પાચન ક્રિયા મજબૂત બનાવવી,વજન ઓછું કરવું સહિતમાં કેળું ખુબ ફાયદાકરી છે. કેળું દરેક ઋતુમાં ખાવામાં આવતું ફળ પણ છે.

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp