પીરિયડ્સમાં મેન્સ્ટ્રુઅલ કપનો ઉપયોગ કરતા પહેલા જાણી લો તેની સાથે જોડાયેલી વાતો

PC: thehindubusinessline.com

મહિલાઓને મહિનાના ચાર-પાંચ દિવસ પિરિયડ્સ આવતા હોય છે અને આ સમય દિવસ દરમિયાન તેમને ઘણી મુશ્કેલીઓ પડતી હોય છે. પહેલાના સમયમાં પિરિયડ્સ દરમિયાન હાઈજીનનું ધ્યાન લેવામાં ન આવતા ઘણી મહિલાઓ ઘણી જીવલેણ બીમારીનો ભોગ બનતી હતી પરંતુ સમય જવાની સાથે પિરિયડ્સ દરમિયાન રેગ્યુલર કપડું વાપરવાને બદલે પેડ્સ વાપરવાની સલાહ આપવામાં આવી, જ્યારે હવે પેડ્સની સાથે પર્યાવરણને અનૂકુળ એવી નવી પ્રોડક્ટ્સ માર્કેટમાં આવવા લાગી છે અને એવી જ એક પ્રોડક્ટ છે મેન્સ્ટ્રુઅલ કપ. જે પર્યાવરણ અને યુઝર ફ્રેન્ડ્લી છે.

મેન્સ્ટ્રુઅલ કપનો ઉપયોગ ઘણી મહિલાઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે. પરંતુ આજે પણ કેટલીક મહિલાઓ એવી છે જેમને આ અંગે યોગ્ય જાણકારી નથી. મેન્સ્ટ્રુઅલ કપ પિરિયડના લોહીને ભેગું કરવા માટે યોનીની અંદર લગાવવામાં આવે છે. આ રબર અથવા સિલિકોનથી બનાવેલું છે અને ફનલના આકારનું હોય છે. બીજા ઓપ્શની તુલનામાં આ કપમાં ઘણું વધારે લોહી ભેગું થાય છે. તમારા બ્લડ ફ્લોના આધાર પર એક કપને 12 કલાક સુધી લગાવવામાં આવી શકે છે. મેન્સ્ટ્રુઅલ કપના ખતરા અંગે ઘણી વખત ચર્ચાઓ થાય છે. જોકે આ સામાન્ય રીતે ખતરનાક નથી જ્યાં સુધી તેનો ઉપયોગ યોગ્ય રીતે કરવામાં આવે છે. આમ તો આ કપનો ઉપયોગ કરવાના ઘણા ફાયદા છે પરંતુ યોગ્ય રીતે તેનો ઉપયોગ ન કરવાથી તે ખતરનાક સાબિત થઈ શકે છે.

મેન્સ્ટ્રુઅલ કપને યોનિમાં નાખવામાં આવે છે. તેમાં તેનાથી નાનકડી ઈજા અને દર્દ થઈ શકે છે. આ સમસ્યાઓનું સંભાવના તે વખતે વધી જાય છે જ્યારે તેને યોગ્ય રીતે લગાવવામાં આવ્યો ન હોય. જેમ કે મહિલાઓના લાંબા નખ અને એક મોટા કપના ઉપયોગથી આવું થઈ શકે છે. જ્યારે તમે તેનો ઉપયોગ કરો છો, તો તમે યુરિનરી ટ્રેક્ટમાં બેક્ટેરિયા નાખી શકો છો કારણ કે યોનિમાં કોઈ પણ વસ્તુ નાખવાથી યુરેથ્રામાં જલન થઈ શકે છે અને પેશાબ કરવામાં પરેશાની થાય છે. જોકે આવું ઘણા ઓછા લોકોને થાય છે.

મેન્સ્ટ્રુઅલ કપને લગાવવા પછી તમને ખબર પણ નહીં પડે કે તેમણે આ કપનો ઉપયોગ કર્યો છે. આ કપને બનાવવામાં કોઈ કેમિકલનો ઉપયોગ કરવામાં આવતો નથી આથી તેનાથી ઈન્ફેક્શન થવાનો ડર ઓછો રહે છે. વળી આ કપને તમે પાણીથી સાફ કરી ફરીથી વારંવાર વાપરી શકો છો, જેનાથી તમારા પૈસા પણ બચશે. પિરિયડ પત્યા પછી કપને ધોવા માટે જે સાબુ આવે છે તેનો ઉપયોગ કરવો જોઈએ. થોડા સમય માટે સાબુને પાણીમાં મિક્સ કરી 10-15 મિનિટ ડુબાડીને સાફ કરવો જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp