તમાકુ અને બીડી પીનારાએ લીધો સરકારી યોજનાનો સૌથી વધુ ફાયદો, આંકડા ચોકાવશે

PC: twitter.com

ભારતમાં મોટી વસ્તી મોટા પ્રમાણમાં તમાકુનું સેવન કરે છે. તેમાંથી, ખૈની અને બીડી લોકોના પ્રિય તમાકુ ઉત્પાદનો છે. તમે જોયું જ હશે કે, ખૈનીની લત લોકોની જીભ પર કેટલી હદે થઇ છે કે ખૈનીને મોંમાં રાખ્યા પછી લોકો ખાવા-પીવાનું પણ ટાળે છે. ICMR અને AIIMS દિલ્હીના તાજેતરના સંશોધનનો ડેટા ખૂબ જ રસપ્રદ છે જે દર્શાવે છે કે, દેશમાં લગભગ 14 કરોડ લોકો નિયમિતપણે ખૈની તમાકુનું સેવન કરે છે જ્યારે લગભગ 10 કરોડ લોકો બીડીમાં તમાકુનું સેવન કરે છે.

જો કે, આ સંશોધનમાં વધુ ચોંકાવનારી બાબત એ છે કે, ખૈની ખાનારા અને બીડીનો ધુમાડો કરનારા આ લોકોને કેન્દ્ર સરકાર દ્વારા દેશના દરેક વર્ગને રાહત આપવા માટે ચલાવવામાં આવેલી સરકારી યોજનાનો સૌથી વધુ ફાયદો થયો છે.

ICMR અને AIIMS દિલ્હીનો રિપોર્ટ દર્શાવે છે કે, દેશમાં લગભગ 28 ટકા લોકો તમાકુનું સેવન કરે છે, જેમાંથી સૌથી વધુ 11 ટકા લોકો ખૈનીનું સેવન કરે છે અને 8 ટકા લોકો બીડીનું સેવન કરે છે. તમાકુનું સેવન કરનારાઓમાં પુરૂષોની સંખ્યા 42.4 ટકા છે અને તે મહિલાઓ કરતા 14.2 ટકા વધુ છે, આ કારણે સરકારી યોજનાઓના લાભાર્થીઓમાં પુરૂષો પણ પ્રથમ ક્રમે છે.

ICMRનું સંશોધન દર્શાવે છે કે, લોકોને મફત સારવાર આપતી કેન્દ્ર સરકારની આયુષ્માન ભારત યોજના દેશભરમાં ગંભીર બીમારીઓથી પીડિત દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ રહી છે, પરંતુ કમનસીબી એ છે કે, આ યોજનાનો મહત્તમ લાભ ખૈની ખાવાવાળાએ કે બીડી પીવાવાળા લોકો એ લીધો છે. આયુષ્માન ભારત યોજના હેઠળના 70 ટકા લાભાર્થીઓ એવા છે જેઓ તમાકુનું સેવન કરે છે. આ લોકોએ તમાકુથી થતા મોઢાના કેન્સરની મહત્તમ સારવાર મેળવી છે.

ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સના રેડિયોડાયગ્નોસિસ અને ઈન્ટરવેન્શનલ રેડિયોલોજી વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. અમરિન્દર સિંહ માલ્હી કહે છે કે, સંશોધન મુજબ ભારતમાં દરરોજ 2000 લોકો તમાકુના વ્યસનથી થતા રોગોને કારણે જીવ ગુમાવે છે. આ આંકડો વાર્ષિક 13 લાખ છે, જે ટીબી, મેલેરિયા અથવા HIV એઈડ્સના કારણે થતા મૃત્યુ કરતાં વધુ છે. આમ છતાં લોકો તમાકુનું સેવન કરવામાં અચકાતા નથી.

ડો.માલ્હી કહે છે કે, ભારતમાં તમાકુનો ઉપયોગ બંધ થવો જોઈએ. ICMR અભ્યાસ દર્શાવે છે કે, સરકારે તમાકુમાંથી આવક કરતાં આરોગ્ય સંભાળ પર વધુ ખર્ચ કરવો પડે છે. સરકાર તમાકુના સેવનથી થતા રોગોની સારવાર માટે રૂ. 270 અબજનો ખર્ચ કરી રહી છે, જ્યારે તમાકુના ઉત્પાદનોમાંથી થતી આવક આના માત્ર 25.9 ટકા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp