ધો. 10ના વિદ્યાર્થીઓ સૌથી વધુ તમાકુ ખાય છે, સરવેમાં ચોંકાવનારો ખુલાસો

PC: northwestern.edu

ધૂમ્રપાનથી થનારા નુકસાન પ્રત્યે લોકોને જાગ્રુત કરવાના ઉદ્દેશ્યથી દર વર્ષે 31 મેના રોજ વિશ્વ તંબાકુ નિષેધ દિવસ મનાવવામાં આવે છે. WHOએ આ વખતે વર્લ્ડ નો ટોબેકો ડેની થિમ આપણે ખાવાની આવશ્યકતા છે, તંબાકુની નહીં, રાખી છે. આ થિમથી WHO ખેડૂતોને તંબાકુ ઉગાડવાને બદલે વધુમાં વધુ અનાજ ઉગાડવા માટે પ્રોત્સાહિત કરી રહ્યું છે.

તંબાકુ ઉત્પાદનોના સેવનને લઇને ચોંકાવનારો સર્વે સામે આવ્યો છે. હાલમાં જ વલ્લભભાઈ પટેલ ચેસ્ટ ઇન્સ્ટીટ્યૂટે એક સર્વે કર્યો છે. જેમા એ સામે આવ્યું છે કે, તંબાકુ ઉત્પાદનોનો ઉપયોગ કરવામાં 10મું પાસ વિદ્યાર્થીઓની સંખ્યા સૌથી વધુ હતી. ઇન્સ્ટીટ્યૂટે બુધવારે જણાવ્યું કે, તેને આ વર્ષે 30 એપ્રિલ સુધી કુલ 7139473 આઈવીઆર કોલ પ્રાપ્ત થયા હતા, જેના આધાર પર આ નિષ્કર્ષ કાઢવામાં આવ્યો છે.

સર્વેના રિપોર્ટ અનુસાર, બુધવારે ઇન્સ્ટીટ્યૂટે વર્લ્ડ નો ટોબેકો ડે મનાવ્યો અને આ આંકડા રજૂ કર્યા હતા. ઇન્સ્ટીટ્યૂટના જણાવ્યા અનુસાર, આ વર્ષે 30 એપ્રિલ સુધી આ કેન્દ્ર દ્વારા પ્રાપ્ત આઈવીઆર કોલની કુલ સંખ્યામાંથી 2043227 કોલ્સનું કાઉન્સિલિંગ કરવામાં આવ્યું, જેમા 996302 ઇનબાઉન્ડ કોલ, 2680657 આઉટબાઉન્ડ કોલ અને 391160 કોલ સેન્ટર દ્વારા રજિસ્ટર્ડ હતી. આંકડાઓ અનુસાર, કુલ 156644 લોકોએ સફળતાપૂર્વક તંબાકુનું સેવન છોડી દીધુ છે.

ઇન્સ્ટીટ્યૂટ અનુસાર, આંકડાઓ પરથી જાણકારી મળે છે કે, તેમાંથી મોટાભાગના કુલ 123508 કોલ્સ ઉત્તર પ્રદેશથી આવ્યા. ડેટા એવુ પણ દર્શાવે છે કે, તેમા પુરુષ 98 ટકા, ત્યારબાદ ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓની કુલ આબાદીના 5 ટકા છે, જ્યારે મહિલાઓમાં સૌથી ઓછી ટકાવારી સામેલ છે. તંબાકુના ઉપભોક્તાઓમાં સૌથી વધુ સંખ્યા 174097 વ્યક્તિઓની છે, જેમણે 10મું ધોરણ પાસ કર્યું છે. નેશનલ ટોબેકો સેસેશન સર્વિસ ને શરૂઆતમાં સિક કાઉન્સિલર સ્ટેશનો સાથે એક રૂમમાં સ્થાપિત કરવામાં આવ્યા હતા અને તેનો વિસ્તાર 2020માં તત્કાલીન કેન્દ્રીય સ્વાસ્થ્ય રાજ્ય મંત્રી અશ્વિની કુમાર ચૌબેએ કર્યો હતો.

આ ઉપરાંત, યુવાઓમાં ઇ-સિગરેટનું ચલણ વધવાના પણ પુરાવા મળ્યા છે. ઇ-સિગરેટનું ચલણ વધવા માટે ત્રણ કારણો મુખ્યરીતે જવાબદાર છે.

  • બીડી-સિગરેટ ધુમાડો છોડે છે જ્યારે, ઈ-સિગરેટથી વેપોર નીકળે છે, જેને કારણે કોઇને ખબર નથી પડતી.
  • ઈ-સિગરેટ સંતાડવી સરળ હોય છે કારણ કે, તેને પેન અને પેન ડ્રાઇવના શેપમાં બનાવવામાં આવે છે, આથી બાળકોના હાથમાં હોવા છતા કોઇને શંકા નથી થતી.
  • તેમા નિકોટિન હોય છે, આથી દુર્ગંધ પણ નથી આવતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp