તમે દિવસમાં આટલા કલાક વેબ સીરિઝ જોતા હોય તો માની લેજો કે તમે એડિક્ટ બની ગયા છો

PC: gstatic.com

અત્યારના સમયમાં મોટા ભાગના લોકોની પાસે સ્માર્ટફોન હોય છે અને વેબ સીરિઝનો ક્રેઝ વઘવાના કારણે મોટા ભાગના યુવાનો પોતાનો ઘણો સમય વેબ સીરિઝ જોવા પાછળ કાઢી નાંખે છે અને કેટલાક યુવાનો તો વેબ સીરિઝના એડિક્ટ થઈ જાય છે, જેથી યુવકો સાયકલોજિકલ ડિસઓર્ડરનો ભોગ પણ બને છે.

એક રિપોર્ટ અનુસાર જો કોઈ વ્યક્તિ એક દિવસમાં 7 કલાક કે, તેથી વધારે સમય પોતાના મોબાઈલમાં વેબ સીરિઝ જુએ છે, તો તે વ્યક્તિને વેબ સીરિઝનું વ્યશન થઇ ગયું છે તેમ કહેવાય. આવું અમે નહીં પણ ડૉક્ટર કહી રહ્યા છે. સાઇકોલોજિસ્ટના જણાવ્યા અનુસાર 15 વર્ષથી 29 વર્ષના યુવાનોમાં 60% યુવાનો વેબ સીરિઝ જુએ છે. વધારે વેબ સીરિઝ જોવાના કારણે 10માંથી 6 કે 7 યુવાનોને વેબ સીરિઝનું વ્યશન થઇ જાય અને તેઓ સાયકલોજિકલ ડિસઓર્ડરનો ભોગ પણ બને છે.

વધારે વેબ સીરિઝ જોવાના કારણે સ્વભાવ ચીડિયો બની જાય છે, નાની-નાની વાત પર ગુસ્સો આવે છે, ધ્યાન કેન્દ્રિત થતું નથી, રિલેશનશીપના ઈશ્યુઓ ઉભા થાય છે, સાયકલોજિકલ ડિસઓર્ડરની સમસ્યા થયા છે અને ડીપ્રેશન વધે છે.

આ બાબતે સાયકલોજિસ્ટનું કહેવું છે કે, વેબ સીરિઝના એડિક્ટેડ હોય તેવા 30થી 32 જેટલા વ્યક્તિઓ દર મહિને સારવાર લેવા માટે આવે છે. વેબ સીરીઝ 7થી 8 કલાક નહીં પણ 2થી 3 કલાક સતત જોવું પણ હિતાવહ નથી.

વેબ સીરિઝના એડિક્ટેડ કિસ્સાની વાત કરવામાં આવે તો એક યુવક સતત 8થી 10 કલાક સુધી વેબ સીરિઝ જોતો હતો. ધીમે-ધીમે તેને વ્યશન થઇ ગયું. વેબ સીરિઝ જોવાના કારણે તે એકલતા મહેસુસ કરતો હતો અને સતત નેગેટીવ વિચાર કરતો હતો. નેગેટીવ વિચારના કારણે તે ડીપ્રેશનની બીમારીનો ભોગ બનતા તેને સાયકલોજિસ્ટ પાસે સારવાર લેવા માટે જવું પડ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp