નવરાત્રિમાં ઉપવાસ કરી સરળતાથી વજન ઓછું કરવા અપનાવો આ ડાયેટ

PC: themocracy.com

જો તમે પણ વજન ઓછું કરવા અંગે વિચારી રહ્યાં હો તો આ નવરાત્રિમાં ઉપવાસ કરીને તમે સરળતાથી વજન કરી શકો છો. તમને જાણીને નવાઈ લાગશે, પરંતુ એ સત્ય છે કે ઉપવાસ કરવાથી સ્વાસ્થ્યને ઘણા લાભો થાય છે, તેનાંથી ઘણી બીમારીઓથી પણ છૂટકારો મળે છે સાથે જ તમારું વજન પણ ઓછું થાય છે. નવ દિવસનાં વ્રતમાં મોટાભાગનાં લોકો ફળાહાર પર રહે છે. આ નવ દિવસોનાં ઉપવાસ દરમિયાન અનાજ નથી ખાવામાં આવતું. આ રીતે તે તમારા શરીરને ડિટોક્સ કરવાનો આ યોગ્ય સમય હોય છે. આથી, વ્રતમાં આ બંને વાતોનું ધ્યાન રાખીને તમે વજન ઓછું કરી શકો છો.

ઉપવાસ દરમિયાન વજન ઓછું કરવાની ટિપ્સ...

વ્રતમાં ફ્રેશ ફ્રુટ્સ અને શાકભાજીનો ઉપયોગ કરો

નવરાત્રિનાં સ્પેશિયલ ડાયટમાં એ વાતનું ધ્યાન રાખો કે ફ્રેશ ફ્રૂટ્સ અને શાકભાજી લો. તેને માટે મિક્સ ફ્રૂટ ચાટ પણ લઈ શકાય છે. આ ઉપરાંત, તમે શાકભાજીમાં બ્રોકલી, અરબી લઈ શકાય. ઉપવાસમાં સાબુદાણા અને શક્કરિયા સારો વિકલ્પ છે. તેનો પોતાનાં આહારમાં સમાવેશ કરો. તેનો આહારમાં સમાવેશ કરીને તમે વજન ઘટાડી શકો છો.

પ્રોસેસ્ડ ફૂડ

વ્રતમાં બહારનું પ્રોસેસ્ડ ફૂડ જેમકે, ચિપ્સ, નમકીન વગેરે ખાવાનું ટાળવું જોઈએ. કારણ કે, તેમાં વધુ માત્રામાં સોડિયમ અને અનહેલ્ધી ફેટ્સ હોય છે, જે તમારા વજનને ઓછું થવાને બદલે વધી જશે. એટલું જ નહીં, પરંતુ પ્રોસેસ્ડ ફૂડ ખાવાથી ભૂખ વધુ લાગશે. ઉપવાસ દરમિયાન તળેલી વસ્તુઓ ખાવાનું ટાળવું જોઈએ.

વ્રતમાં હાઈડ્રેટેડ રહો

તમારો ઉપવાસ હોય કે ના હોય, તમારે હંમેશાં હાઈડ્રેટેડ રહેવું જોઈએ. દિવસની શરૂઆત બે ગ્લાસ પાણીથી કરવી જોઈએ. આ ઉપરાંત, ઉપવાસમાં છાશ, ફ્રેશ ફ્રૂટ જ્યૂસ અને નારિયેળ પાણી પણ લઈ શકાય. વજન ઓછું કરવામાં પાણીનું મહત્ત્વનું યોગદાન હોય છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp