યૂરિનને રોકીને રાખવાથી થાય છે આ નુકસાન, જાણો તેને દૂર કરવાના ઉપાયો

PC: sciencealert.com

એવુ દરેક વ્યક્તિ સાથે થાય છે જ્યારે કોઈક ને કોઈક કારણોસર તમારે તમારું યૂરિન રોકવુ પડે છે. ઘણીવાર લોકો કામમાં ખૂબ જ બિઝી હોવાના કારણે યૂરિનને રોકીને રાખે છે. તેમજ કેટલાક લોકો એવા પણ છે જેઓ ઘણીવાર માત્ર આળસના કારણે યૂરિનને રોકીને રાખે છે. જો તમે પણ એવુ જ કંઈક કરતા હો તો આ વાત તમારા માટે ખતરનાક સાબિત થઈ શકે છે. હેલ્થ એક્સપર્ટનું કહેવુ છે કે, યૂરિનને રોકીને રાખવું તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે. એક્સપર્ટના જણાવ્યા અનુસાર, બ્લેડર ફુલ થવા પર તેને વારંવાર ઈગ્નોર કરવાથી તમને ઘણા પ્રકારની સમસ્યા થઈ શકે છે. એક્સપર્ટે કહ્યું કે- યૂરિનને ઘણી વાર સુધી હોલ્ડ કરવાથી તમને પેલ્વિક ફ્લોર ડેમેજ થઈ શકે છે.

ઘણીવાર સુધી યૂરિનને હોલ્ડ કરીને રાખવાથી બ્લેડરમાં રહેલા મસલ્સ જરૂરિયાત પડવા પર સંકોચાવાની ક્ષમતા ગુમાવવા માંડે છે. જેના કારણે તમારું બ્લેડર સંપ્રૂણરીતે ખાલી નથી થઈ શકતું. યૂરિનને રોકીને રાખવાથી ઘણીવાર તમે ઈચ્છવા છતા યૂરિન પાસ નથી કરી શકતા. એટલું જ નહીં, યૂરિનને ઘણીવાર સુધી રોકીને રાખવાથી ઘણીવાર ડ્રાયનેસની સમસ્યાનો સામનો કરવાની સાથે આપમેળે જ યૂરિન નીકળવાની સમસ્યાનો પણ સામનો કરવો પડી શકે છે.

એક એવરેજ એડલ્ટનું બ્લેડર 2 કપ યૂરિનને રોકીને રાખી શકે છે. જ્યારે તે આશરે એક ચતૃથાંશ ભરાઈ જાય છે તો તે તમારા મસ્તિષ્કને એક સંદેશ મોકલે છે. જ્યારે તમે યૂરિનને ઘણીવાર સુધી રોકીને રાખો છો તો તેનાથી ખતરનાક બેક્ટેરિયા પેદા થવા માંડે છે જેનાથી તમારે યૂરિનરી ટ્રેક્ટ ઈન્ફેક્શન (UTI)નો સામનો કરવો પડી શકે છે. UTI ખૂબ જ દર્દનાક હોય છે અને તેમા યૂરિન પાસ કરતી વખતે ખૂબ જ વધારે પડતો દુઃખાવો થાય છે. જો UTIની સમયસર સારવાર કરવામાં ના આવે અને બેક્ટેરિયા ફેલાવા માંડે તો તે સેપ્સિસમાં બદલાઈ શકે છે.

એક્સપર્ટના જણાવ્યા અનુસાર, એવા ઘણા સંકેત છે જેનાથી તમે એ વાતની જાણકારી મેળવી શકો છો કે તમારું પેલ્વિક ફ્લોર યોગ્યરીતે કામ કરે છે કે નહીં. તેમા સામેલ છે ખાંસી ખાતી અને છીંકતી વખતે યૂરિનનું લીક થવુ અને વારંવાર યૂરિન પાસ કરવાની જરૂરિયાત અનુભવાવી. તમને પેલ્વિક એરિયા અને સેક્સ દરમિયાન દુઃખાવાનો અનુભવ પણ થઈ શકે છે. કબજિયાત અને મળ ત્યાગ કરતી વખતે સતત થતો દુઃખાવો એ દિશામાં ઈશારો કરે છે કે તમારું પેલ્વિક ફ્લોર નબળું છે.

શું છે સમાધાન?

  • એક્સપર્ટના જણાવ્યા અનુસાર, આગળ આવનારી મુશ્કેલીઓથી બચવા માટે કેટલીક બાબતો કરી શકાય છે.
  • ઘણા લોકો પાર્ટીમાં દારૂનું સેવન કરે છે જેનાથી તમને યૂરિન ખૂબ જ જલ્દી લાગે છે. આ ઉપરાંત, દારૂનું સેવન કરવાથી તમારું બ્લેડર પણ ડિસ્ટર્બ થાય છે. એવામાં જરૂરી છે કે, તમે સીમિત માત્રામાં જ દારૂનું સેવન કરો.
  • પીરિયડ્સના છેલ્લાં દિવસોમાં પેલ્વિક ફ્લોરના મસલ્સ ઓછાં એસ્ટ્રોજન લેવલના કારણે ખૂબ જ નબળા થઈ જાય છે જેનાથી તમને વારંવાર યૂરિન પાસ કરવાની જરૂરિયાત અનુભવાય છે. એવામાં તમારે પેડ અને ટેમ્પૂનના બદલે મેન્સ્ટ્રુઅલ કપનો ઉપયોગ કરવો જોઈએ. મેન્સ્ટ્રુઅલ કપ બ્લડને પાંચ ગણુ વધુ રોકીને રાખે છે અને 12 કલાક સધી ચાલે પણ છે.
  • જો તમે લોંગ ટર્મ સોલ્યૂશનની વાત કરો તો પેલ્વિક ફ્લોરના નબળા થવાના કારણે તમારે વારંવાર ટોયલેટ જવાની જરૂર પડે છે. જો તમે ઈચ્છતા હો કે તમારા પેલ્વિક ફ્લોર મસલ્સ નબળા ના થાય તો તેને માટે બ્લેડર ભરાવા પર તરત યૂરિન પાસ કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp