CRP ટેસ્ટ શું છે? કોરોનામાં આ ટેસ્ટ કરાવવો કેટલો જરૂરી?
ભારતમાં કોવિડ-19ની બીજી લહેરમાં આપણે વધુ ગંભીર દર્દીઓને જોઈ રહ્યા છીએ. દરરોજ મરનારાઓની સંખ્યા પણ રેકોર્ડ સ્તર પર પહોંચી ચુકી છે. એવામાં કોરોનાનો દરેક ટેસ્ટ મહત્ત્વપૂર્ણ બની ગયો છે. RT-PCR અને CT સ્કેન ઉપરાંત, કેટલાક અન્ય ટેસ્ટ પણ છે, જે ડૉક્ટર કરાવી રહ્યા છે. આ ટેસ્ટ દર્દીઓમાં કોવિડ-19 ઈન્ફેક્શનની ગંભીરતાને ટ્રેક કરે છે. CRP પણ એક એવો જ બ્લડ ટેસ્ટ છે, જેનાથી શરીરમાં ઈન્ફેક્શનના સ્તરને ટ્રેક કરી શકાય છે. આ ટેસ્ટ શું છે અને કોણે કરાવવો જોઈએ, તે વિશે અહીં સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે.
CRP ટેસ્ટ શું છે?
CRP એટલે સી-રિએક્ટિવ પ્રોટીન. આપણું શરીર એક કેમિકલ ફેક્ટરીની જેમ કામ કરે છે. જ્યારે પણ કોઈ બહારનો વાયરસ અથવા ઈન્ફેક્શન હુમલો કરે છે, તો શરીરમાં ઘણી રાસાયણિક પ્રક્રિયાઓ શરૂ થઈ જાય છે. તેમાંથી એક છે ઈન્ફ્લેમેશન અથવા સોજો. આ દરમિયાન લિવરમાં સી-રિએક્ટિવ પ્રોટીન (CRP) પ્રોડ્યૂસ થાય છે. આ એક બ્લડ માર્કર છે, જે શરીરમાં ઈન્ફેક્શનનું લેવલ જણાવે છે. આ એક સામાન્ય બ્લડ ટેસ્ટ છે. લોહીનું સેમ્પલ લઈને CRP લેવલ માપવામાં આવે છે. CRPનું લેવલ જેટલું વધારે હશે, એટલું જ ઈન્ફેક્શન પણ વધુ હશે.
CRP ટેસ્ટ કોણે અને ક્યારે કરાવવો જોઈએ?
માઈલ્ડથી મૉડરેટ કોવિડ-19 લક્ષણોવાળા દર્દીઓને CRP ટેસ્ટની કોઈ જરૂર નથી. પરંતુ જો ઈન્ફેક્શનના પાંચ દિવસ બાદ પણ જો દર્દીમાં કોઈ ગંભીર લક્ષણ દેખાય તો આ ટેસ્ટ કરાવવો જરૂરી છે. જો લક્ષણ વધી રહ્યા હોય અથવા નવા લક્ષણ સામે આવી રહ્યા હોય તો CRP બ્લડ ટેસ્ટ કરાવવો જોઈએ. તેનું લેવલ વધે તો વિશેષજ્ઞની સલાહ લેવી જોઈએ.
દર્દીમાં જો કોઈપણ પ્રકારના ગંભીર લક્ષણ હોય તો પણ તેનો CRP ટેસ્ટ કરાવવામાં આવે છે. સમય પર આ ટેસ્ટ કરાવવાથી ઈન્ફેક્શનને માઈલ્ડ અને મૉડરેટથી ગંભીર થવાથી અટકાવવામાં મદદ મળે છે.
CRPનું સામાન્ય સ્તર શું છે? તે કયા જોખમ પ્રત્યે આગાહ કરે છે?
સામાન્યરીતે CRPનું સામાન્ય કંસંટ્રેશન સ્તર 30-50 મિગ્રા/ ડિસીલીટર છે. પરંતુ જ્યારે આ સ્તર વધી જાય છે, તો જોખમ વધવા માંડે છે. કોઈ વ્યક્તિનું ઓક્સિજન સેચુરેશન નોર્મલ હોય અને CRP લેવલ 70 યૂનિટ કરતા વધુ હોય તો તે એવી સ્થિતિમાં લઈ જઈ શકે છે, જ્યાં શરીરના ડિફેન્સ સિસ્ટમનું પ્રોટીન જ શરીરને નુકસાન પહોંચાડવા માંડે છે.
ડૉક્ટરોનું કહેવુ છે કે, જો દર્દીમાં સી-રિએક્ટિવ પ્રોટીન 70 યૂનિટ કરતા વધુ હોય તો તેને સ્ટેરોઈડ્સ આપવાની જરૂર પડે છે. જો CRP તેના કરતા પણ વધી જાય તો મિકેનિકલ વેન્ટિલેટરની જરૂર પડી શકે છે અથવા દર્દીનું મોત પણ થઈ શકે છે. સ્ટેરોઈડ્સ આવા લોકોની જીવિત રહેવાની સંભાવનાને 70% સુધી વધારી દે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp