આ લોકોને લૂ લાગવાનું સૌથી વધુ જોખમ, ભારે પડી શકે છે નાનકડી બેદરકારી

PC: outsideonline.com

હાલના દિવસોમાં ઘણા હિસ્સાઓમાં ભયંકર ગરમી પડી રહી છે. હેલ્થ એક્સપર્ટ મુજબ, આ દરમિયાન બપોરે ગરમ હવાઓ વચ્ચે ઘરથી બહાર નીકળવું કોઈ પણ માટે ખતરનાક સાબિત થઈ શકે છે.  તેના કારણે તમે ગંભીર બીમારીઓની ઝપેટમાં આવી શકો છો. એવામાં તેનાથી સાવધાની રાખવાની ખૂબ જરૂરી છે. હેલ્થ એક્સપર્ટ મુજબ, ગરમીના વાતાવરણમાં લૂ લાગવાનું જોખમ કેટલાક લોકોને વધારે હોય છે. એવા લોકો નાનકડી બેદરકારીના કારણે ભયંકર બીમાર પડી શકે છે. એવા લોકોએ ગરમીના વાતાવરણમાં પોતાનું વધારે ધ્યાન રાખવું જોઈએ.

કયા લોકોને હોય છે તેનું વધારે જોખમ?

આમ તો આ ભીષણ ગરમીમાં કોઈ પણ લૂની ઝપેટમાં આવી શકે છે, પરંતુ સામાન્ય રીતે ગરમીઓમાં સૌથી વધુ લૂ લાગવાનું જોખમ નાના બાળકોને હોય છે કેમ કે, તેમની ઇમ્યુનિટી ખૂબ નબળી હોય છે અને નાના બાળકો વધતી આ ગરમીને સહન કરી શકતા નથી. એ સિવાય ગર્ભવતી મહિલાઓને સામાન્ય લોકોની તુલનામાં લૂ લાગવાનું જોખમ ઘણું વધારે હોય છે. હેલ્થ એક્સપર્ટ્સ મુજબ, પ્રેગ્નેન્ટ મહિલાઓને સામાન્ય લોકોની તુલનામાં વધારે ગરમી લાગે છે.

આ જ કારણ છે કે ગરમીના દિવસોમાં ગર્ભવતી મહિલાઓને થાક લગાવો કે લૂ લાગવી ખૂબ સામાન્ય સમસ્યા છે. એ સિવાય વૃદ્ધોને લૂ લાગવાની સમસ્યા વધારે હોય છે અને લૂ લાગવાના કારણે  વૃદ્ધોમાં હાર્ટ ડીસિઝ, લંગ્સ સાથે જોડાયેલી બીમારીઓ કે હાઇ બીપીની સમસ્યા થઈ શકે છે. વૃદ્વોના શરીર અને ઇમ્યુનિટી ખૂબ નબળા થઈ જાય છે જેના કારણે લૂ લાગવાની સમસ્યા વધી જાય છે.

જો તમે પોતાને લૂથી બચાવી રાખવા માગો છો તો કેટલીક વાતોનું ખાસ ધ્યાન રાખો કેમ કે આ હવામાનમાં નાનકડી બેદરકારી તમારા માટે ખતરનાક બની શકે છે.  લૂથી બચવા માટે આ હવામાનમાં તમારે એ ફળોનું સેવન વધારે કરવું જોઈએ, જેમાં પાણીની માત્રા વધારે હોય છે, તેના માટે તમે પોતાના ડાઇટમાં તરબૂચ, સંતરા, દ્રાક્ષ વગેરેને સામેલ કરી શકો છો. ફળો સિવાય ગરમીના દિવસોમાં તમારે ફાઇબરથી લોડેડ ભોજનનું સેવન કરવું જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp