WHOનો દાવો- પેટમાં ઝેર ભરે છે ભોજન બનાવવાની આ રીત, વર્ષે 3 મિલિયન મોત

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન(WHO)નું માનવું છે કે લાકડા, કોલસા કે કેરોસિનની આગ પર ભોજન બનાવવાથી શરીરના આંતરિક અંગો જેવા કે હાર્ટ, મગજ અને ફેફસાના સ્વાસ્થ્ય પર ગંભીર પ્રભાવ પડે છે. જો આ અંગોને હેલ્થી રાખવા છે તો આ રીતથી ભોજન બનાવવું છોડવું પડશે. ભોજન બનાવવા માત્ર ક્લીન કૂકીંગ ઈંધણનો ઉપયોગ કરવો જોઇએ.
આંતરિક અંગોના દુશ્મન
WHOએ જણાવ્યું કે દુનિયાની ચોથા ભાગની વસતી ભોજન બનાવવા માટે ઝેરીલા ઈંધણનો ઉપયોગ કરે છે. સૂકા પાકોનું ભૂંસુ, લાકડા, કોલસા અને કેરોસિન...આ ખતરનાક ઈંધણ છે. કોલસા કે લાકડાની આગ પર ભોજન બનાવવાથી તમને ઈસ્કેમિક હાર્ટ ડીસિઝ, સ્ટ્રોક, રેસ્પિરેટરી ઈન્ફેક્શન, ક્રોનિક પલ્મોનરી ડિસીઝ(ફેફસાની બીમારી) અને લંગ કેંસરનો ખતરો બની શકે છે.
WHOએ જણાવ્યું કે, આ ઝેરીલા ઈંધણ પર બનાવેલ ભોજન શરીરમાં પ્રદૂષણ ફેલાવવાનું કામ કરે છે. આનાથી દર વર્ષે લગભગ 3 મિલિયન લોકોના મોત થાય છે. જેમાં હ્યદયની બીમારીથી 32, સ્ટ્રોકથી 23, ફેફસાની બીમારીથી 21, પલ્મોનરીથી 19 અને લંગ કેંસરથી 6 ટકા લોકોના મોત થયા છે.
સૌથી વધારે આ લોકોને ખતરો
WHOએ જણાવ્યું કે, આ ઝેરીલા ઈંધણોનો ઉપયોગ સૌથી વધારે મહિલાઓ અને બાળકો માટે ખતરનાક છે. મહિલાઓ આનાથી નીકળતા ખતરનાક ધૂમાડાના સંપર્કમાં વધારે આવે છે. જ્યારે બાળકો આને સહન કરી શકતા નથી.
ક્લીન ફ્યૂલનો વપરાશ
WHOએ જણાવ્યું કે, દુનિયામાં 10માંથી 3 લોકો ક્લીન કુકીંગ ફ્યૂલ્સનો ઉપયોગ કરતા નથી. ક્લીન ફ્યૂલ્સની લિસ્ટમાં બાયોગેસ, એલપીજી, ઈલેક્ટ્રિક, ઈથેનોલ, નેચરલ ગેસ અને સોલર પાવર સામેલ છે. ભોજન બનાવવા માટે હંમેશા આનો ઉપયોગ કરવો જોઇએ.
ખેર, ઘણાં લોકો જે વારે વારે એવું કહેતા હોય છે કે ગ્રામીણ વિસ્તારોમાં લાકડાની આગથી બનાવેલ ભોજન સૌથી સ્વાદિષ્ટ હોય છે. એ સાચુ છે કે માટીના ચૂલ્હા પર લાકડા કે કોલસાની આગ પર બનાવેલ ભોજનથી આનંદ મળે છે. પણ એ પણ હકીકત છે કે આ રીતથી બનાવેલ ભોજન તમને અંદરથી નુકસાન પહોંચાડી શકે છે. બીજી વાર જ્યારે તમે તંદૂરી રોટી, તંદૂરી ચિકન, કોલસા પર બનેલ સિક કબાબ, લાકડાની આગમાં બનાવેલી રોટલીનો આનંદ માણો તો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની આ વાતનું ખાસ ધ્યાન રાખજો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp