26th January selfie contest

હાર્ટ ઍટેકથી શા માટે જીવ ગુમાવી રહ્યા છે પોઝિટિવ દર્દી? લક્ષણ અને સારવાર જાણી લો

PC: clevelandclinic.org

કોરોના વાયરસની બીજી લહેરમાં હોસ્પિટલોમાં દર્દીઓને સારવાર લેવામાં જગ્યા મળી રહી નથી. વધતા કેસોને લઇ હોસ્પિટલોમાં બેડ જ ખાલી નથી. જોકે, હેલ્થ ઓથોરિટીનું કહેવું છે કે 80 ટકાથી વધારે દર્દીઓને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર નથી. તેઓ ઘરમાં ટેલીકંસલ્ટેશનની મદદથી રિકવર થઇ શકે છે. પણ એ પણ હકીકત છે કે આ સંક્રમણની સાઇડ ઇફેક્ટ લાંબા સમય સુધી શરીરમાં રહી શકે છે અને હવે તો હાર્ટ ડેમેજના કેસો પણ સામે આવી રહ્યા છે.

ઓક્સફોર્ડ પત્રિકા દ્વારા કરવામાં આવેલી એક સ્ટડીમાં જાણવા મળ્યું કે કોરોનાથી ગંભીર રીતે પીડિત લગભગ 50 ટકા હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓમાં રિકવરી થયાના મહિના પછી હાર્ટ ડેમેજ થયું છે. માટે રિકવરી પછી પણ હાર્ટ રેટને ચેક કરતા રહેવું જોઇએ. તેના પર જો ધ્યાન આપવામાં આવ્યું નહીં તો પણ દર્દીને ખતરો બની રહે છે.

એક્સપર્ટ્સનું કહેવું છે કે કોરોનાનું સંક્રમણ શરીરમાં ઈંફ્લેમેશનને ટ્રિગર કરે છે. જેના કારણે હ્યદયની માંસપેશીઓ નબળી પડવા લાગે છે. જેનાથી હાર્ટ રેટની ગતિ પ્રભાવિત થાય છે અને બ્લડ ક્લોટિંગ(લોહીના ગઠ્ઠા)ની સમસ્યા ઊભી થવા લાગે છે.

બીજુ એ કે, વાયરસ સીધો આપણા રિસેપ્ટર સેલ્સ પર હુમલો કરી શકે છે, જેને ACE2 રેસિપ્ટર્સ તરીકે ઓળખવામાં આવે છે. આ માયોકાર્ડિયમ ટિશ્યૂની અંદર જઇને તેને નુકસાન પહોંચાડી શકે છે. માયોકાર્ડઈટિસ જેવી તકલીફ હાર્ટની માંસપેશીઓનું ઈન્ફ્લેમેશન છે, જો સમય રહેતા તેની સંભાળ કરવામાં આવી નહીં તો એક સમય પછી હાર્ટ ફેલિયર થઇ શકે છે. જે પહેલાથી જ હ્યદય સંબંધી બીમારીઓ ઝેલી રહેલા લોકોની સમસ્યા વધારી શકે છે.

એક્સપર્ટ્સની સલાહ છે કે જે લોકોને કોરોના પછી છાતીમાં દુઃખાવાની ફરિયાદ છે કે સંક્રમિત થવા પહેલા કોઈ અન્ય હાર્ટ સંબંધિત બીમારી હતી તો તેઓ તેની ઈમેજિંગ જરૂર કરાવે. જેનાથી તમને ખબર પડી જશે કે વાયરસે હ્યદયની માંસપેશીઓને કેટલું નુકસાન પહોંચાડ્યુ છે. આ હળવા લક્ષણવાળા દર્દીઓ માટે પણ મદદગાર છે.

ઘણાં દર્દીઓને વાયરલ બીમારી પછી ક્રોનિક હાર્ટ મસલ વીકનેસ, કાર્ડિએક અનાલાર્જમેન્ટ અને લો હાર્ટ ઈન્જેક્શન ફ્રેક્શનની ફરિયાદ થઇ જાય છે. જેને ડાઇલેટેડ કાર્ડિયોમોપેશી પણ કહેવામાં આવે છે. કોરોના સંક્રમણ પછી કાર્ડિયોમાયોપેથી વધારે ખતરનાક હોય શકે છે અને તે હાર્ટ ફેલિયરને પણ પ્રોત્સાહન આપી શકે છે.

ફોર્ટિસ હોસ્પિટલના ચેરમેન ડૉ. અશોક શેઠે જણાવ્યું કે, કોરોના સંક્રમણથી હાર્ટને પણ નુકસાન થઇ રહ્યું છે. જે હ્યદયમાં ક્લોટિંગની સમસ્યા વધારી શકે છે. આ લોહીના ગઠ્ઠા ફેફસા અને ધમનીઓમાં પણ જામી શકે છે. આવું થવા પર રોગીઓમાં હાર્ટ એટેકની સંભાવના વધી જાય છે.

ડૉ. શેઠે જણાવ્યું કે, કોરોનાથી હ્યદયની માંસપેશીઓ નબળી પડી જાય છે. હાર્ટમાં ઈંફ્લેમેશન વધવાના કારણે એવું થાય છે. જેનાથી હાર્ટ ફેલિયર, બ્લડ પ્રેશરમાં તકલીફ અને હાર્ટરેટની ગતિ વધુ કે ધીમી થવા લાગે છે. ફેફસામાં લોહીના ગઠ્ઠા જામી જવાના કારણે પણ હ્યદય પર માઠી અસર પડે છે. આવી તકલીફો યુવાઓમાં વધારે જોવા મળી રહી છે.

મેદાંતાના ચેરમેન ડૉ. નરેશ ત્રેહને જણાવ્યું કે, કોરોનાની બીજી લહેરમાં ઓછી ઉંમરના પુરુષો વધારે સંક્રમિત થયા છે. પાછલી વાર અમે 10-15 ટકા પોસ્ટ કોવિડ દર્દીઓમાં હાર્ટ ઈન્ફ્લેમેશનની સમસ્યા જોઇ હતી. પણ આ વખતે આ ઈન્ફ્લેમેટરી રિએક્શન વધારે ઘાતક સાબિત થઇ રહ્યો છે. જેમાં ઘણાં દર્દીઓનો હાર્ટ પમ્પિંગ રેટ 20-25 ટકા સુધી ચાલ્યો જાય છે.

સારવાર શું

શરૂઆતી સ્ટેજ પર સારવાર મળવા પર તેને કન્ટ્રોલ કરી શકાય છે. હાર્ટ ફેલિયરના એડવાન્સ કેસમાં જરૂર પડવા પર લેફ્ટ વેંટ્રીકુલર અસિસ્ટ ડિવાઇસ પ્રોસ્યૂઝર કે થેરાપીની સાથે એક હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરી શકાય છે.

હાર્ટ ફેલિયરના લક્ષણ

હાર્ટ ફેલ થવા પહેલા દર્દીને શ્વાસ લેવામાં તકલીફ પડી શકે છે. આ ઉપરાંત નબળાઇ અને થાકની સમસ્યા વધવા લાગે છે. પંજા, એડી કે પગમાં સોજા વધવા લાગે છે. હાર્ટ બીટ વધે કે અનિયમિત થઇ શકે છે. તમારી કસરત કરવાની ક્ષમતા ઘટી શકે છે. સતત ખાંસી અને ફ્લૂ રિટેંશનના કારણે વજન વધી શકે છે. ભૂખ લાગતી નથી અને વારે વારે પેશાબ આવે છે.

લક્ષણ દેખાવા પર શું કરશો

જો કોઈ વ્યક્તિને આ દરેક લક્ષણ મહેસૂસ થાય છે તો તેણે તરત ડૉક્ટરનો સંપર્ક સાધવો જોઇએ. આની સારવાર પોતે કરવાનો પ્રયાસ કરો નહીં. ડૉક્ટર્સ જ એ વાત જણાવી શકે કે આવું હાર્ટ ફેલિયરના કારણે થઇ રહ્યું છે કે કોઇ અન્ય તકલીફ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp