નસકોરા બની શકે છે ખતરનાક, શા માટે બોલે છે નસકોરા અને કંઇ રીતે મેળવશો છૂટકારો?
સૂતી વખતે નસકોરા બોલવા સામાન્ય વાત છે. આવુ ઘણા બધા લોકો સાથે થાય છે. નસકોરા જેને આવે છે, તેને તેનો એહસાસ નથી થતો પરંતુ, આ નસકોરાના કારણે આસપાસના લોકોની ઊંઘ ખરાબ થઈ જાય છે. ઘણીવાર વધુ પડતા લાઉડ નસકોરા બોલવા લોકો માટે મુસીબત બની જાય છે. નસકોરા બોલવાના અલગ-અલગ કારણો હોઇ શકે છે. તેને લોકો થાક અને બંધ નાક સાથે જોડીને જુએ છે. કેટલાક લોકોને નસકોરા તણાવના કારણે પણ આવે છે. પરંતુ, લાંબા સમય સુધી આ સમસ્યા મોટી બીમારીનું કારણ બની શકે છે.
રિસર્ચ અનુસાર, ભારતમાં 20 ટકા લોકો નિયમિતરીતે નસકોરા બોલાવે છે અને 40 ટકા લોકોના ક્યારેક-ક્યારેક નસકોરા બોલે છે. નસકોરા દૂર કરવા માટે લોકો ઘણા ઉપાય અને ટોટકા અજમાવે છે પરંતુ, બ્રિટનની નેશનલ હેલ્થ સર્વિસના ડૉક્ટર આ સમસ્યાને દૂર કરવા માટે કેટલીક હળવી બેડટાઇમ એક્સરસાઇઝ કરવાની સલાહ આપે છે. ભારતીય મૂળના બ્રિટિશ ડૉક્ટર કરણ રાજનું કહેવુ છે કે, જીભની કેટલીક સિમ્પલ એક્સરસાઇઝ છે જે નસકોરાની સમસ્યામાંથી છૂટકારો અપાવી શકે છે.
પાંચ સેકન્ડ માટે પોતાની જીભ બહાર કાઢો અને તેને એ જ અવસ્થામાં રહેવા દો
ડૉ. રાજે પોતાની પોસ્ટમાં જણાવ્યું કે, નસકોરાને ઓછાં કરવા માટે પહેલી એક્સરસાઇઝ છે જેમા તમારે પાંચ સેકન્ડ માટે પોતાની જીભ બહાર કાઢવાની અને તેને એ જ અવસ્થામાં થોડીવાર માટે રહેવા દેવાની છે. નસકોરા ઓછાં કરવા માટે આ એક્સરસાઇઝને ત્રણ અથવા ચારવાર રીપિટ કરવાની સલાહ આપી છે.
સાથે જ તેમણે કહ્યું કે, જો તમને એવુ કરવામાં પ્રોબ્લેમ થતો હોય તો તમે એક ચમચીની મદદથી જીભને સપોર્ટ આપી શકો છો. જરા પણ દબાણ અનુભવ્યા વિના જીભને જેટલું બની શકે એટલું બહારની તરફ ધકેલો. આ એક્સરસાઇઝથી સ્ટ્રેન્થમાં સુધારો થઈને માંસપેશિઓ ફ્લેક્સિબલ બને છે. જીભને પાંચ સેકન્ડ સુધી બહાર કાઢીને રાખો અને પછી પોતાની જીભને ફરી મોઢામાં અંદલ લઇ લો. આવુ ત્રણથી ચાર વાર કરો.
આ એક્સરસાઇઝ તમારી જીભ અને ગળાની માંસપેશિઓની સ્ટ્રેન્થ વધારવા અને બેલેન્સ બનાવવા સાથે સંકળાયેલી છે. આ એક્સરસાઇઝથી માંસપેશિઓ બેલેન્સમાં આવશે અને સૂતી વખતે તેમા વાઇબ્રેશન નહીં થશે. ગળા અને જીભની માંસપેશિઓના મજબૂત થવાથી તમે ફ્રેશ ફીલ કરશો અને તમારી નસકોરાની સમસ્યા પણ દૂર થશે.
પોતાની જીભને ડાબી અને જમણી તરફ ફેરવો
તેમણે જણાવ્યું કે, આ એક્સરસાઇઝમાં તમારે તમારી જીભને પોતાના મોઢાની અંદર એક તરફથી બીજી તરફ ફેરવવાની છે. જે રીતે કસરત કરવાથી તમારું શરીર સ્ટ્રોંગ બને છે, એ જ રીતે આ વ્યાયામ તમારા ગળા અને મોઢાની માંસપેશિઓને મજબૂત બનાવશે જેને કારણે તમારી નસકોરાની સમસ્યા દૂર થશે.
પોતાની આંગળીઓને ગળા પર રાખો અને પોતાની જીભથી ફોર્સ કરો
NHS સર્જને જણાવ્યું કે, પોતાની આંગળીઓને ગળાની બહારની તરફ રાખો અને ગાલ દ્વારા પોતાની જીભને તેની અપોઝિટ સાઇડ ધકેલો. થોડાં-થોડાં અંતરાલ પર આવુ ત્રણથી ચારવાર કરો. તમે જેટલું વધુ નિયમિતરીતે તેનો અભ્યાસ કરશો, તમારી નસકોરાની સમસ્યા એટલી જ જલ્દી દૂર થઈ જશે.
પોતાની જીભને નીચેની તરફ લાવો અને પાંચ સેકન્ડ માટે હોલ્ડ કરો
ડૉ. રાજે જણાવ્યું કે, આ એક્સરસાઇઝમાં તમારે પોતાની જીભને નીચેની તરફ લાવવાની છે અને પાંચ સેકન્ડ માટે તેને ત્યાં રાખવાની છે. આ એક્સરસાઇઝ તમારા ગળાની પાછળની માંસપેશિઓને મજબૂત કરશે.
નસકોરા હોઈ શકે છે ખતરનાક
નસકોરાની સમસ્યા વધીને સ્લીપ એપનિયામાં બદલાઇ શકે છે. સ્લીપ એપનિયાની બીમારી જીવલેણ હોઇ શકે છે. નસકોરા બોલવાથી બ્લડ પ્રેશર વધે છે જેના કારણે હાર્ટ એટેકનું રિસ્ક પણ વધી જાય છે. આ ઉપરાંત પણ વ્યક્તિ નસકોરાના કારણે ઘણી ગંભીર બીમારીઓનો શિકાર થઈ શકે છે.
નસકોરાના કારણ અને ઉપચાર
વધુ પડતું દારૂનું સેવન, વધુ વજન, સ્મોકિંગ કરવું, પીઠ પર ઊંઘવાથી પણ નસકોરાની સમસ્યા થાય છે. આ ઉપરાંત, સ્લીપ એપનિયા જેવી સ્થિતિ પણ નસકોરાનું કારણ છે. ફેફસામાં ઓક્સિજન ઓછો જવાથી પણ નસકોરા બોલે છે. લાંબા સમય સુધી આ મુશ્કેલીની સારવાર ના થવા પર મેટાબોલિઝ્મ સિંડ્રોમ, ડાયાબિટીસ, હૃદય રોગ થઈ શકે છે.
નસકોરાના સામાન્ય ઉપચારમાં વજન ઘટાડવું, સુવાની સ્થિતિ બદલવી, સીપીએપી મશીન (કોન્સ્ટેન્ટ પ્રેશર એર પંપ)નો ઉપયોગ સામેલ છે. સીપીએપી મશીન ફેફસામાં જનારી હવા પર દબાણ બનાવે છે. આ દબાણ ગાઢ નિંદ્રા દરમિયાન વિંડ-પાઇપ (શ્વાસનળી)ને ઘેરાવાથી અટકાવે છે અને તેનાથી વ્યક્તિને શ્વાસ લેવામાં મદદ મળે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp