91 વર્ષના વૃદ્ધની ફિટનેસ પર ફિદા થઈ દુનિયા, જાણો કેવી રીતે છે આટલા ફિટ

PC: intoday.in

વૃદ્ધાવસ્થામાં દર વ્યક્તિ તંદુરસ્ત રહેવા ઇચ્છે છે, પરંતુ આધુનિક જીવનશૈલીના પગલે કેટલાક લોકો ઓછી ઉંમરમાં જ ઘણી બીમારીઓના શિકાર બને છે. જોકે એક 91 વર્ષીય જોન કાર્ટને પોતાની ફીટનેસથી આખા વિશ્વને આશ્ચર્યમાં મુકી દીધા છે.

''વર્લ્ડ મોસ્ટ એક્સટ્રીમ ગ્રેન્ડપા'' ટાઇટલથી એક વીડિયો સોશિયલ મીડિયા પર થઇ રહ્યો છે. આ વીડિયોમાં 91 વર્ષીય પુરૂષને ઘણા પ્રકારની ફિજિકલ એક્ટિવીટ જેમ કે બાઇકિંગ, સ્ગોઈન્ગ, સ્વિલિંગ, રેસ, સોકર ગેમ અને ડાયવિંગ કરતા જોવા મળે છે. નવાઈની વાત તે છે કે 91 વર્ષીય જોન કાર્ટર થાક્યા વગર એક યુવાન વ્યક્તિના જેમ જ પૂરા જોશ અને ઉત્સાહના સાથે જુદા-જુદા પ્રકારની એક્ટિવિટી કરતો જોવા મળે છે.

91 વર્ષીય કાર્ટરને પોતાના જીવનમાં કયારેય પણ દારૂનુ સેવન કર્યુ નથી અને કયારેય સ્મોક પણ કર્યું નથી. તમને જણાવી દઇએ કે તે 91 વર્ષીયના વૃદ્ધ હોવા છતાંય પોતાને 65 અને 70 વર્ષના હોવાનું સમજીને જીવન વ્યતિત કરી રહ્યાં છે. તે પોતાની લાઇફસ્ટાઇલને એક્ટિવ રાખવાની પૂરી કોશિષ કરે છે.

કાર્ટન છેલ્લા 40 વર્ષોથી સિલાઈ અને કપડાનો વ્યવસાય કરી રહ્યાં છે. પોતાના વિસ્તારમાં તેમના બિઝનેસને લઈને તેઓ પહેલાથી લોકોના વચ્ચે ઘણા પ્રખ્યાત છે,પરંતુ હાલમાં જ વાયરલ થયેલા વીડિયોએ તેમની નવી ઓળખાણ બનાવી છે. કાર્ટરનો વીડિયોને અંદાજે 1,00,000થી વધારે લોકો જોઈ ચૂક્યા છે.

કાર્ટરે જણાવ્યુ કે જ્યારે પણ લોકો તેને ફિજિકલ એક્ટિવિટી કરતા જુએ છે, ત્યારે તે લોકો તેને તેમની ઉંમરના વિશે પુછે છે. તેમણે લોકોનો આ પ્રશ્ન ખૂબ સારો લાગે અને તે હંમેશા જ પોતાના જીવનમાં આ વસ્તુને કાયમ રાખવા ઇચ્છે છે. સાથે જ વધુમાં તે કહે છે કે હું કયારેય વૃદ્ધ નથી થવા ઇચ્છતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp