ડાયમંડ બુર્સના ચેરમેન વલ્લભ લખાણીની એક કંપનીને તાળા, 70 રત્નકલાકાર રસ્તા પર

PC: twitter.com

સુરતની જાણીતી ડાયમંડ કંપની કિરણ જેમ્સની કંપની મિલન ડાયમંડના 70 કર્મચારીઓને છુટા કરી દેવાતા ભારે હોબાળો મચી ગયો છે.કિરણ જેમ્સ એ સુરત ડાયમંડ બુર્સના ચેરમેન વલ્લભ લખાણીની કંપની છે. મિલન ડાયમંડના કર્મચારીઓને એમ કહીને છુટા કરી દેવાયા કે અત્યારે જાડી સાઇઝના ડાયમંડમાં કંપનીને પોષાતું નથી અને આખું ખાતું જ બંધ કરી દેવામાં આવ્યું છે.

રત્નકલાકારોએ માંગણી કરી છે કે તેઓ 15 વર્ષ કરતા વધારે સમયથી કંપનીમાં કામ કરી રહ્યા છે તો તેમને ગ્રેજ્યુઇટી સહિતના લાભો પહેલા આપવામાં આવે.

ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતના ઉપ પ્રમુખ ભાવેશ ટાંકે કહ્યું હતું કે, આમ પણ રત્નકલાકારો છેલ્લાં ઘણા સમયથી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, કિરણ જેમ્સની કંપની મિલન ડાયમંડના 70 રત્નકલાકારોને છુટા કરી દેવાતા તેઓ યુનિયન ઓફિસે રજૂઆત કરવા માટે આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp