દેશના સૌથી ધનિક રાજ્યોમાં ગુજરાત કેટલા નંબર પર છે?

PC: x.com

 આપણે અનેક વખત એવું સાંભળ્યું છે કે દેશમાં ગુજરાત નંબર વન છે, પરંતુ મિનિસ્ટ્રી ઓફ સ્ટેટેસ્ટીક્સ પ્રોગામ ઇમ્પ્લીમેન્ટેશન એન્ડ ધ નેશનલ સ્ટેટેસ્ટીક્સ ઓફીસે દેશના ટોપ-10 ધનિક રાજ્યોની યાદી જાહેર કરી છે, તેમાં ગુજરાતના નંબર પહેલો નથી. ગુજરાત ચોથા નંબર પર છે અને મહારાષ્ટ્ર પહેલા નંબર પર છે.

રાજ્યોના GDPની વાત કરીએ ત મહારાષ્ટ્રનો 13.30 ટકા, તમિલનાડુનો 8.90 ટકા, કર્ણાટક 8.20 ટકા, ગુજરાત 8.10 ટકા, ઉત્તર પ્રદેશ 8.00 ટકા, વેસ્ટ બેંગાલ 5.60 ટકા, રાજસ્થાન 5 ટકા, તેલંગાણા 4.90 ટકા, આંધ્રપ્રદેશ 4.70 ટકા, મધ્ય પ્રદેશ 4.50 ટકા છે.

મહારાષ્ટ્ર પહેલા નંબર પર એટલા માટે છે, કારણકે અહીં મહારાષ્ટ્રની રાજધાની મુંબઇએ દેશનું ફાયનાન્શીઅલ કેપિટલ કહેવાય છે. અહીં બોલિવુડ ઇન્ડસ્ટ્રી છે, BSE-NSE જેવા સ્ટોક માર્કેટ છે અને મોટા મોટા ઉદ્યોગ ગૃહો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp