કોકિલાબેનની નેટવર્થ કેટલી છે એ તમને ખબર છે?
એશિયાના સૌથી ધનિક મુકેશ અંબાણીના માતા અને દિવંગત ઉદ્યોગપતિ ધીરુભાઇ અંબાણીના પત્ની કોકિલાબેનની સંપત્તિ કેટલી છે, તે જાણવામા અનેક લોકોને રસ છે. કોકિલાબેનની સંપત્તિ 18,000 કરોડ રૂપિયા છે એવું જુદા જુદા મીડિયા રિપોર્ટસમાંથી જાણવા મળે છે.
કોકિલાબેન આમ તો બિઝનેસ સાથે સીધી રીતે સંકળાયેલા નથી, પરંતુ મુકેશ અંબાણી અને અનિલ અંબાણી કંપનીમાં તેમનું હોલ્ડિંગ્સ છે. ફેબ્રુઆરી મહિનામાં જે તેમની વર્ષગાંઠ ગઇ અને તેઓ 90 વર્ષની વયે પહોંચ્યા છે.
કોકિલાબેન ધાર્મિક પ્રવૃતિના અને તેમને શાસ્ત્રોનું સારું જ્ઞાન હોવાનું કહેવાય છે. સ્વ. ધીરુભાઇ અંબાણીના નિધન પછી જ્યારે મુકેશ અંબાણી અને અનિલ અંબાણી વચ્ચે મિલ્કતનો વિવાદ ઉભો થયો હતો ત્યારે કોકિલાબેને મુખ્ય ભૂમિકા ભજવીને મિલ્કતોની બરોબર વ્હેંચણી કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp