એલન મસ્કના નામે નોંધાયો રેકોર્ડ, 200 અબજ ડોલર ગુમાવનાર દુનિયાના પહેલા વ્યક્તિ
ટ્વિટરના બોસ એલન મસ્કને આશરે 200 અબજ ડોલરનું નુકસાન થયું છે. બ્લૂમબર્ગના રિપોર્ટ પ્રમાણે તે આટલી મોટી રકમ ગુમાવનાર ઈતિહાસના પહેલા વ્યક્તિ બની ગયા છે. જેફ બેસોઝ પછી 200 અબજ ડોલરથી વધુની પર્સનલ સંપત્તિ સુધી પહોંચનારા એલન મસ્ક બીજો વ્યક્તિ છે. રસપ્રદ વાત એ છે કે જાન્યુઆરી 2021માં મસ્ક અરબપતિઓમાં ટોચના સ્થાન પર પહોંચી ગયા હતા. મસ્કની સંપત્તિમાં ઘટાડાનું સૌથી મોટું કારણ ટેસ્લાના શેરમાં ઘટાડો આવવાનું છે.
બ્લૂમબર્ગના એક રિપોર્ટ પ્રમાણે, નવેમ્બર 2021માં મસ્કના શેર 340 બિલિયનની સાથે ટોચ પર પહોંચી ગયા હતા. જોકે તેના પછીથી તેમને કોઈ લાભ થયો નથી. જેફ બેસોઝ પછી મસ્ક 200 અબજ ડોલર હાંસલ કરનારા દુનિયાના બીજા વ્યક્તિ બની ગયા હતા. મસ્ક બ્લૂમબર્ગ અરબપતિ ઈન્ડેક્સમાં શીર્ષ પર હતો પરંતુ પછીથી તેને LVHMના CEO બર્નાર્ડ અરનોલ્ટે પાછળ છોડી દીધો હતો. મસ્કની કુલ સંપત્તિ પહેલા 338 અબજ ડોલર હતી. મસ્કના 44 અરબ ડોલરમાં ટ્વિટરને ખરીદવા પછી ટેસ્લાના શેર્સમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે.
મસ્કની કંપની સંભાળ્યા પછીથી ટ્વિટરનું ભવિષ્ય ખતરામાં પડી ગયું છે. તેમણે CEO પરાગ અગ્રવાલ, CFO સહગલ અને પોલિસી પ્રમુખ વિજયા ગડ્ડે સહિત ટોચના અધિકારીઓને કાઢી મૂક્યા છે. જેના પછી મસ્કે પોતાના લગભગ 50 ટકા કર્મચારીઓને પણ નોકરીમાંથી કાઢી મૂક્યા છે. બીજી તરફ મસ્ક, ટેસ્લા અને ટ્વિટરના CEOના રૂપમાં પદ છોડવા માટે તૈયાર છે. આથી અલન મસ્ક હજુ પણ એક નવા ટ્વિટર CEOની શોધ કરી રહ્યા છે. બ્લૂમબર્ગ બિલિયોનર્સ ઈન્ડેક્સના રિપોર્ટની માનીએ તો ગયા મંગળવારે ટેસ્લાના શેયર્સમાં 11 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. અસલમાં તે વોલ સ્ટ્રીટ પર ટેસ્લાના શેર અચાનક રાતોરાત ઘટાડો થયેલો જોવા મળ્યો હતો. આ બધા આંકડાં એ તરફ ઈશારા કરી રહ્યા છે કે રોકાણકારોનો એલન મસ્ક અને ટેસ્લા બંને પરથી વિશ્વાસ ઓછો થયો છે. ટેસ્લાના વેચાણમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. સાથે જ રોકાણકારોને એવું લાગી રહ્યું છે કે ટ્વિટર ડીલ પછી મસ્કનું બધુ ધ્યાન ટ્વિટર પર જ છે. ટ્વિટરને ફરીથી બેઠું કરવા માટે મસ્ક તેમાં વધારે રોકાણ કરી શકે છે. તેવામાં રોકાણકારોનું માનવું છે કે ટેસ્લામાં મસ્કની ભાગીદારીમાં આવનારા સમયમાં ઘટાડો જોવા મળી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp