GIDC ટ્રાન્સફર પોલીસી સરળ બને તો ઉદ્યોગકારો વિકાસ કરે અને ગુજરાત વાઇબ્રન્ટ બને

PC: twitter.com

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું શુક્રવારે બપોરે સમાપન થઈ ગયું છે અને આ વખતે પણ મોટા મોટા ઉદ્યોગકારોએ મોટા મોટા રોકાણની જાહેરાત કરી છે. વાઇબ્રન્ટ ગુજરાતને શરૂ કરવાનો શ્રેય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જાય છે. તેઓ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે વાઇબ્રન્ટ ગુજરાતની શરૂઆત કરાવેલી. હવે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ઉદ્યોગમંત્રી બળવંત સિંહ રાજપુત વાઇબ્રન્ટ ગુજરાતને સારી રીતે આગળ ધપાવી રહ્યા છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પણ ગુજરાતના વિકાસમાં હમેંશા ધ્યાન આપતા હોય છે.

વાઇબ્રન્ટ ગુજરાત સમિટ એક સારી વાત છે, પરંતુ નાના ઉદ્યોગકારોની કેટલીક સમસ્યાઓ પર પણ ધ્યાન આપવાની જરૂર છે. GIDCના પ્લોટમાં ઉદ્યોગ માટે જરૂરી 2R પરવાનગીમાં માત્ર ડ્યુટી ક્લીયરન્સ જોવામાં આવે,ચાલું બાંધકામનો રિપોર્ટ માંગવો અયોગ્ય છે.ટ્રાન્સફર નીતિનું પણ સરળીકરણ થવું જરૂરી છે.

GIDCના ઉદ્યોગકારોની સમસ્યા નિવારણ માટે તેમની સાથે સંવાદ કરવો, મીટિંગ કરવી જરૂરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp