Khabarchheના અભિયાનની ઇન્ટરનેશનલ લેવલે ઇમ્પેક્ટ પડી છે
ડાયમંડ કટીંગ એન્ડ પોલીશીંગમાં વૈશ્વિક સ્તરે ભારત નંબર વન હોવા છતા પોલિશ્ડ ડાયમંડના ભાવ વર્ષોથી અમેરિકાની કંપની રેપાપોર્ટ બહાર પાડે છે. 2022થી રેપાપોર્ટ પોલિશ્ડ ડાયમંડના ભાવો ઘટાડતું હતું, પરંતુ જુલાઇ 2024માં રેપાપોર્ટે સીધા 10થી 12 ટકાનો ઘટાડો કર્યો અને બે મહિના પછી બીજા 5થી 7 ટકાનો ઘટાડો કર્યો. જ્યારે જુલાઇમાં પોલિશ્ડ ડાયમંડના ભાવ તુટ્યા તે વખતે મુંબઇના ડાયમંડ વેપારી રાકેશ શાહનો રેપાપોર્ટનો વિરોધ કરતો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
આ દરમિયાન સુરતના ડાયાસન્સના માલિક પ્રતિક શાહ ભારતમાંથી જ પોલિશ્ડ ડાયમંડના ભાવ બહાર પડે તેના માટે પ્રયાસ કરતા હતા. આ બાબતે Khabarchheએ ઇશ્યુ ઉપાડ્યો અને હીરાઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોના ઇન્ટરવ્યૂ કર્યા. મુંબઇથી રાકેશ શાહ સુરત ઇન્ટરવ્યૂ આપવા આવ્યા હતા. હવે જેમ એન્ડ જ્વલેરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સીલ (GJEPC)એ 30 સપ્ટેમ્બરે નેચરલ ડાયમંડ પ્રાઇસીંગ ઇશ્યુ પર સેમિનાર કરી રહી છે. આ જાહેરાતના એક કલાકમાં જ રેપાપોર્ટે ન્યૂઝ જાહેર કર્યા કે, ભારતના ડાયમંડ વેપારના આંકડા હકારાત્મક દિશામાં આગળ વધી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp