વાઇબ્રન્ટ સમીટમાં અંબાણીએ કહ્યું- નરેન્દ્ર મોદી ભારતના ઈતિહાસના સૌથી સફળ PM છે

PC: twitter.com

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ આજે વાઇબ્રન્ટ ગુજરાત સમીટમાં સંબોધન કર્યું હતું. આ સમીટમાં તેમણે PM નરેન્દ્ર મોદીના ભરપેટ વખાણ કર્યા હતા. વાઇબ્રન્ટ સમીટના કાર્યક્રમમાં મુકેશ અંબાણી કહ્યું હતું કે, નરેન્દ્ર મોદી ભારતના ઈતિહાસના સૌથી સફળ પ્રધાનમંત્રી છે. PM મોદી જ્યારે બોલે છે તો આખી દુનિયા સાંભળે છે. મુકેશ અંબાણીએ મુંબઈથી ગુજરાત આવવા અંગે કહ્યું હતું કે, હું ભારતની ગેટવે સિટીથી આધુનિક ભારતના ગ્રોથ વે ગેટવે એટલે કે ગુજરાત આવ્યો છું. મને ગુજરાતી હોવા પર ગર્વ છે. વિદેશના લોકો જ્યારે નવા ભારતની વાત વિચારે છે તો તેઓ નવા ગુજરાત પર પણ વિચારે છે. આખરે આ બદલાવ થયો કેવી રીતે? આ એક નેતાને કારણે થયો છે , જે દુનિયાના મહાન નેતા તરીકે ઉભર્યા છે.

મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, છેલ્લા 20 વર્ષોથી આ આયોજન ચાલી રહ્યું છે. એવું કોઈ પણ આયોજન નથી, જે આટલું નિરંતર રહ્યું હોય. વાઇબ્રન્ટ ગુજરાત સમીટસતત મજબૂત થઈ રહી છે. આ PM મોદીના વિઝનની દેન છે.

મુકેશ અંબાણીએ ગુજરાતી કનેક્શન અંગે પણ વાત કરતા કહ્યું હતું કે  મને ગુજરાતી હોવા પર ગર્વ છે અને રિલાયન્સ હંમેશાં એક ગુજરાતી કંપની રહેશે. રિલાયન્સે છેલ્લા 10 વર્ષમાં આખા દેશમાં 12 લાખ કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે અને તેમાં એક તૃતિયાંશ રકમ એકલા ગુજરાતમાં લગાવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp