મુકેશ અંબાણી ટાટા ગ્રુપ સાથે હાથ મિલાવી રહ્યા છે, આ ક્ષેત્રનો હિસ્સો ખરીદશે

PC: businesstoday.in

એશિયાના સૌથી ધનિક અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી ટાટા ગ્રુપ સાથે હાથ મિલાવી રહ્યા છે. ટાટાની એક કંપની સાથે ડીલ અંતિમ તબક્કામાં છે અને જો આ ડીલ થશે તો ભારતના ઉદ્યોગ જગતમાં પહેલીવાર એવું બનશે કે રિલાયન્સ અને ટાટાએ કોઇ પ્રોજેક્ટમાં હાથ મિલાવ્યા હોય.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ટાટા પ્લે કે જેને પહેલા ટાટા સ્કાયના નામથી ઓળખવામાં આવતું હતું તેમાં 30 ટકા હિસ્સો ખરીદવા માટે વોલ્ટ ડિઝની સાથે વાટાઘાટો કરી રહી છે અને આ વાટાઘાટો અંતિમ તબક્કમાં હોવાનું જાણવા મળ્યું છે. ટાટા સ્કાયમાં વોલ્ટ ડિઝનીનો 30 ટકા હિસ્સો છે.

ટાટા પ્લેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ એટલા માટે હિસ્સો ખરીદવા માંગે છે, કારણ કે ભારતના 28 બિલિયન ડોલરના એન્ટરટેઇનમેન્ટ અને મીડિયા માર્કેટમાં પોતાનું વર્ચસ્વ વધારી શકે.

રિલાયન્સ અત્યારે Viacom 18 દ્રારા મીડિયા પ્લેટફોર્મ દ્રારા બહુવિધ ચેનલો ચલાવે છે અને Jio સિનેમા સ્ટ્રીમીંગ એપ્લિકેશન ચલાવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp