સાઉદી અરબમાં વિદેશી કામદારો માટે નિયમો બદલાઇ ગયા, જાણો ભારત પર શું અસર પડશે?

PC: india.com

મિડલ ઇસ્ટમાં આવેલા સાઉદી અરબ દેશમાં ભારત સહિત અનેક દેશના કામદારો મોટી સંખ્યામાં કામ કરવા માટે જાય છે. હવે આ દેશી વિદેશી શ્રમિકો માટેના નિયમોમાં બદલાવ કરી નાંખ્યા છે, તેની ભારત પર શુ અસર પડશે? તે જાણો,

ભારતીય કામદારો અને બિઝનેસમેન માટે મહત્વપૂર્ણ દેશ સાઉદી અરેબિયાએ વિદેશી ઘરેલુ કામદારો એટલે કે ઘરકામ કરતા કામદારો માટે નિયમોમાં મોટા બદલાવ કર્યા છે. સાઉદી સરકારની સત્તાવાર વેબસાઇટ 'સાઉદી ગેઝેટ'માં જણાવ્યા મુજબ સરકારે વિદેશી ઘરેલુ કામદારોની ભરતી માટે જારી કરાયેલા વિઝા નિયમોને કડક બનાવવાનો પ્રયાસ કર્યો છે.

સાઉદી અરબના માનવ સંશાધન અને સામાજિક વિકાસ મંત્રાલયે જણાવ્યું છે તે મુજબ સાઉદી અરબના અપરિણીત પુરુષો અથવા મહિલાઓ એટલે કે કુંવારા પુરુષો અને મહિલાઓ માટે વિદેશી કામદારોને ઘરકામ માટે ભરતી કરવી મુશ્કેલ બની ગઇ છે. નવા બદલાયેલા નિયમ મુજબ કોઇ પણ કુંવારો સાઉદી નાગરિક 24 વર્ષ પછી જ વિદેશી કામદારને ઘરકામ માટે રાખી શકશે. આ શરતો પૂરી કર્યા પછી જ વિદેશી કામદાર માટેના વિઝા જારી કરવામાં આવશે.

સાઉદી અરબનો આ નિર્ણય ભારત માટે એટલા માટે પણ મહત્ત્વપૂર્ણ છે, કારણકે દર વર્ષે મોટી સંખ્યામાં ભારતના લોકો કામ કરવા માટે સાઉદી અરબ જાય છે. ભારતીય વિદેશ મંત્રાલયના આંકડા મુજબ સાઉદીમાં લગભગ 26લાખ ભારતીયો કામ કરે છે. હવે ભારત સહિત વિદેશી કામદારોને મુશ્કેલી એ થશે કે સાઉદીના 24 વર્ષથી નીચેના અપરણીત માલિકના ઘરે હેલ્પર તરીકે કામ નહીં કરી શકે.

રિપોર્ટ મુજબ, સાઉદી અરબે ઘરેલુ શ્રમ બજારને સુવ્યવસ્થિત અને નિયમન કરવા માટે આ નિર્ણય લીધો છે. સાઉદી માનવ સંસાધન મંત્રાલયે ગ્રાહકો અને કામદારો માટે Musaned પ્લેટફોર્મ પણ સ્થાપ્યું છે. જ્યાં તેમના અધિકારો, ફરજો અને સંબંધિત કામો વિશે માહિતી આપવામાં આવશે. આ પ્લેટફોર્મ દ્વારા જ કામદારોને વિઝા આપવા અને કામદારો વચ્ચે વાતચીત કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

આ ઉપરાંત Musaned પ્લેટફોર્મ પર જ STC Pay અને Urpay દ્વારા કામદારોને પગાર ટ્રાન્સફરની સુવિધા પૂરી પાડવામાં આવી છે. ઘરેલું મજૂર કરારનું પ્રમાણીકરણ અને વિવાદોના નિરાકરણ જેવી સુવિધાઓ પણ છે. એટલે કે, આ પ્લેટફોર્મ સાઉદી અરેબિયામાં ઘરેલું કામદારોની ભરતી માટે સત્તાવાર પ્લેટફોર્મ પૂરું પાડે છે.

આનો હેતુ ભરતી પ્રક્રિયામાં પારદર્શિતા લાવવાનો તેમજ નોકરીદાતાઓ અને કામદારો વચ્ચેના કોઈપણ પ્રકારના વિવાદોને ઉકેલવાનો અને બંનેના અધિકારોની ખાતરી કરવાનો છે.

સાઉદીમાં કામદારોની જુદી જુદી શ્રેણીઓ છે. જેમાં નોકર,ડ્રાઇવર, સફાઇ કામદાર, રસોઇયા, ગાર્ડ, ખેડુત, દરજી, લિવ-ઇન નર્સ અને ટ્યુટર સામેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp