થેંક ગોડ, આ કાર સફળ થઇ નહીં તો… આનંદ મહિન્દ્રાએ કિસ્સો શેર કર્યો

PC: twitter.com

ઓટોમોબાઇલ જાયન્ટ મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ તમિલનાડુ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટમાં પોતાની લાઇફ સાથે જોડોયેલો એક કિસ્સો શેર કર્યો હતો.

આનંદ મહિન્દ્રાને જ્યારે પુછવામાં આવ્યું કે ક્યારેય એવું બન્યું છે કે તમને એમ થાય કે હવે છોડી દેવું છે અથવા એવું બન્યુ કે કોઇ પ્રોડકટ તમારી ઇચ્છા મુજબ ન બની હોય?

આનંદ મહિન્દ્રાએ કહ્યું કે, એક વખત હું વિમાનમાં સફર કરી રહ્યો હતો ત્યારે ICICI બેંકના વડા કે વી કામત પણ આ વિમાનમાં હતા. તેમણે મને કહ્યુ હતું કે, આનંદ, તને ખબર છે જ્યારે તે મહિન્દ્રા ર્સ્કોપિયો લોંચ કરી ત્યારે બધા બોર્ડ મેમ્બર નારાજ હતા અને તેમણે નક્કી કરી લીધુ હતું કે, જો ર્સ્કોપિયો મોડલ નિષ્ફળ જાય તો આનંદ મહિન્દ્રાને કંપનીમાંથી કાઢી મુકવા. આનંદ મહિન્દ્રાએ કામતને કહ્યુ હતું કે, થેંક ગોડ, મને તો આ વાતની ખબર જ નહોતી. સારું થયું કે ર્સ્કોપિયો સફળ રહી હતી.

આનંદ મહિન્દ્રાએ આ જવાબ સાથે જોડાયેલી એક વાત શેર કરી હતી. તેમણે કહ્યું કે, જ્યારે હું તરવાનું શિખતો હતો ત્યારે એક પારસી સજ્જન મારું માથું પાણીમાં નાંખી દેતા હતા. એ વાત પરથી હું સમજી ગયો કે જિંદગીમાં તરતા શિખવું હોય તો પાણીમાં ઉંડા ઉતરવું પડે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp