મધ્યમ વર્ગ માટે બજેટમાં આ 7 મોટી જાહેરાત થઇ શકે છે
નાણા મંત્રી નિર્મલા સીતારમણ 23 જુલાઇએ કેન્દ્રીય અંદાજપત્ર રજૂ કરવાના છે. એવી ધારણા છે કે આ વખતના બજેટમાં મધ્યમ વર્ગને મોટી રાહત મળી શકે છે. જાણકારોનું કહેવું છે કે આ 7 મુદ્દાઓ પર નાણા મંત્રી રાહત આપી શકે છે.
ટેક્સ સ્લેબમાં બદલાવવાની અપેક્ષા છે, જેનાથી મધ્યમ વર્ગના લોકોનો ટેક્સ બોજ ઘટી શકે. 80 C હેઠળ કપાત મર્યાદામાં વધારો થઇ શકે છે. અત્યારે 1.50ની મર્યાદા છે જે વધીને 2 લાખ રૂપિયા કરવામાં આવી શકે છે. સેલરી પર સ્ટાન્ડર્ડ ડીડકશનની મર્યાદા 50000થી વધીને 1 લાખ રૂપિયા થઇ શકે છે.નવી ટેક્સ વ્યવસ્થામાં જનારા માટે ઇન્વેસ્ટમેન્ટ પ્રોત્સાહન આવી શકે છે. આવક મૂક્તિની મર્યાદમાં વધારો થઇ શકે છે. હાઉસ રેન્ટ એલાઉન્સના નિયમોમાં સુધારો આવી શકે છે. બેંક ફિક્સ ડિપોઝીટ પર વ્યાજ પર ટેક્સ માટે કલમ 80TTAમાં સુધારો આવી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp