ચીનમાંથી આયાત થતી પ્રોડક્ટ્સ હવે ગુજરાતમાં ક્યા બનશે? જાણો 150 કંપનીઓ શું બનાવશે

PC: staticmb.com

ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલી તંગદિલી વચ્ચે ગુજરાતના એક મોટા ઉદ્યોગે એવું નક્કી કર્યું છે કે ચીનથી આયાત થતી તમામ એવી સામગ્રી જે હવે ગુજરાતમાં ઉત્પાદિત કરાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતને સમર્થન આપવા માટે મોરબીની 150 કંપનીઓ એકત્ર થઇ છે અને ચીન જેવી આઇટમો બનાવવા માટે મલ્ટીનેશનલ કંપનીઓ સાથે હાથ મિલાવ્યા છે.

સિરામિક ટાઇલ્સના કેન્દ્ર તરીકે પ્રખ્યાત બનેલા સૌરાષ્ટ્રના મોરબીમાં 3500 જેટલા એમએસએમઇ આવેલા છે જે ઘડિયાળો, રમકડાં, ગિફ્ટ, લેખ, ઇલેક્ટ્રોનિક આઇટમો, વીજળીની આઇડમો અને પ્લાસ્ટિકના ઉત્પાદનમાં રોકાયેલાં છે. એવી અનેક બહુરાષ્ટ્રીય કંપનીઓ છે કે જે તેમના ઉત્પાદનો અથવા બ્રાન્ડનું ઉત્પાદન ચીનને આઉટસોર્સ કરે છે.

હવે 25000 જેટલા કુશળ કારીગરો અને જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે આ 150 કંપનીઓ મોરબીમાં આ તમામ પ્રકારના ઉત્પાદનો બનાવવા માટે તૈયાર થઇ છે. મોરબીની કંપનીઓમાં આત્મનિર્ભરતાની પહેલ કરનારી કંપની અજંતા-ઓરેવા ગ્રુપ છે, જેના મેનેજીંગ ડીરેક્ટર જયસુખ પટેલે આવી 150 જેટલી કંપનીઓને કહ્યું છે કે ચીનનું આઉટસોર્સ બંધ કરવામાં આવે અને આપણે પગભર થઇએ.

તેમણે કહ્યું હતું કે મોરબીના નાના અને મધ્યમ ઉદ્યોગો દેશભરની મલ્ટીનેશનલ કંપની અને મોટા કોર્પોરેટ હાઉસનો સંપર્ક કરશે અને તેમના થકી આઉટસોર્સિંગ કરવામાં આવશે. ચીનમાંથી જે ચીજવસ્તુ વિશ્વના બજારમાં જાય છે તેટલા જ ભાવ સાથે મોરબીમાં આ કંપનીઓ તેમના ઉત્પાદનો શરૂ કરશે. આ 150 કંપનીઓમાં સેન્ડવિચ ટોસ્ટર, હીટર, આર્યન, હેરડ્રાયર, એકકૂલર, ઇયરફોન્સ, કેલ્ક્યુલેટર, ઇલેક્ટ્રિક રમકડાં જેવા ઉત્પાદનો તેમની પાસેના મેનપાવર સાથે બનાવશે.

મોરબીમાં સ્થાનિય ધોરણે ઉત્પાદન કરવા માટે એક સંગઠનની રચના કરવામાં આવેલી છે. જયસુખ પટેલે કહ્યું હતું કે અમે અમારી ક્ષમતા અને ગુણવત્તા વધારવા માટે એકત્ર થયાં છીએ અને સંમત પણ થયાં છીએ. અમે વિશ્વની અને ભારતની મલ્ટીનેશનલ કંપનીઓ મારફતે જથ્થાબંધ ઓર્ડર મેળવી શકીએ છીએ. આવી એક કંપની છે કે કેલ્ક્યુલેટર બનાવે છે તેને એકસાથે બે લાખ નંગનો ઓર્ડર મળ્યો છે.

કોરોના સંક્રમણના સમયમાં લોકોએ આવશ્યક ચીજવસ્તુઓ પર ધ્યાન કેન્દીત કરતાં તેઓ ઘડિયાળ જેવી આઇટમો ખરીદતા નથી તેથી ઘડિયાળની માંગમાં ઘટાડો થયો છે. ઘડિયાળના કારખાંના માત્ર 10 ટકાના ધોરણે ચાલી રહ્યાં છે તેથી હવે અમે ઇલેક્ટ્રોનિક ચીજવસ્તુઓ બનાવવા પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે. જે ચીજવસ્તુઓ ચીનથી મંગાવવામાં આવે છે તે હવે ગુજરાતના મોરબીમાં મળશે. અમેરિકા, યુરોપ અને અન્ય દેશોની ઘણી કંપનીઓ કોરોના સંક્રમણ પછી ચીનના આઉટસોર્સિંગ અંગે ચિંતીત છે અને તેઓ વિકલ્પની શોધમાં છે. અમે તેમના માટે નવો વિકલ્પ બની શકીએ તેમ છીએ. મોરબીની કંપનીઓ હવે ઇલેક્ટ્રિકલ સામાન, ઇલેક્ટ્રોનિક આઇટમો, રમકડાં અને પ્લાસ્ટિકનું ઉત્પાદન કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp