રતન ટાટાની 3800 કરોડની સંપત્તિનો વારસો કોણ સંભાળશે?
રતન ટાટાના નિધન પછી લોકોમાં એ વાતની ચર્ચા છે કે રતન ટાટાનો અબજો રૂપિયાનો વારસો હવે કોણ સંભાળશે? હુરુન ઇન્ડિયા રિચ લીસ્ટના એક તાજેતરના અહેવાલ મુજબ રતન ટાટાની કુલ સંપત્તિ 3800 કરોડ રૂપિયા છે.
રતન ટાટાએ લગ્ન નહોતા કર્યા એટલે તેમને કોઇ સંતાન નથી, પરંતુ જાણવા મળેલી માહિતી મુજબ રતન ટાટાની 3800 કરોડ રૂપિયાની સંપત્તિ તેમના સાવકા ભાઇ નોએલ ટાટા અને તેમના સંતાનોને મળી શકે છે.
નોએલ ટાટા રતન ટાટાના પિતા નવલ ટાટાની બીજી પત્ની સિમોનના દીકરા છે. નોએલ ટાટાને 3 સંતાનો છે. એકનું નામ માયા ટાટા, નેવિલ ટાટા અને લિયા ટાટા. નોએલ ટાટાના ત્રણેય સંતાનો અત્યારે ટાટા ગ્રુપમાં મહત્ત્વની જવાબદારી સંભાળી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp