અમદાવાદ એરપોર્ટ જવા માટે સાબરમતી નદી પર વધુ એક બ્રિજ બનશે

PC: english.gujaratexclusive.in

અમદાવાદના બન્ને એરપોર્ટ પર જવા માટે સાબરમતી નદી પર વધુ એક બ્રીજ બનશે. હાલ વાહનચાલકો સાથે લોકોને ભારે ટ્રાફિકનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે આ બ્રીજના કારણે એરપોર્ટ પર જવા માટે સરળતા રહેશે.

શહેરના સાબરમતી વિસ્તારમાં રહેતા લોકો માટે આ સુવિધા ઉભી થશે. આ બ્રિજ સાબરમતીના ટોરન્ટ પાવર હાઉસ થી હનુમાન કેમ્પ સુધી બનશે. એટલે કે અમદાવાદના મોટાભાગના નદીપારના વિસ્તારોને આ બ્રીજ મળશે કે જેનાથી સીધા એરપોર્ટ જઇ શકાશે.

અત્યારે સાબરમતી, વાડજ અને નવરંગપુરા જેવા વિસ્તારોના લોકોને એરપોર્ટ જવું હોય તો આરટીઓ સર્કલ અને સુભાષબ્રીજ તેમજ ઇન્દિરા બ્રીજ પરથી જવું પડે છે. જો કે આ બ્રીજ પરથી અંતર વધે છે અને ટ્રાફિકનો સામનો કરવો પડે છે. આ નવો બ્રીજ બની ગયા પછી ટ્રાફિકનું ભારણ હળવું થશે.

અમદાવાદનો રિવરફ્રન્ટ ગાંધીનગર સુધી લંબાવાઇ રહ્યો છે. રીવરફ્રન્ટની કામગીરીની સાથે આ બ્રીજ બનશે. આ બ્રીજની ડિઝાઇન રાજ્ય સરકારને મોકલી આપવામાં આવી છે. સરકાર સૈદ્ધાંતિક મંજૂરી આપે તે પછી બ્રીજ માટે ટેન્ડરની પ્રક્રિયા શરૂ કરાશે.

આ બ્રીજ માટે 225 કરોડ રૂપિયાના ખર્ચનો અંદાજ રાખવામાં આવ્યો છે. હાલ અમદાવાદમાં સાબરમતી નદી પર 9 બ્રીજ બનાવવામાં આવેલા છે અને એક ફુટ ઓવરબ્રીજનું કામ ચાલી રહ્યું છે. હવે આ બ્રીજ બનતાં શહેરમાં 10 બ્રીજ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp