વિકેટ પર હોબાળો! અમ્પાયરે રિંકુ સિંહને શા માટે ન લેવા દીધો રિવ્યૂ, જાણો કારણ

PC: BCCI

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022મા શનિવારે ફરી એક વખત વિવાદ ઊભો થઈ ગયો. સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) વિરુદ્ધ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ની બેટિંગ કરી રહી હતી. એ સમયે બેટ્સમેન રિંકુ સિંહની વિકેટને લઈને વિવાદ થયો. અમ્પાયરના નિર્ણયથી નિરાશ થઈને રિંકુ સિંહ મેદાનથી બહાર જવા માટે તૈયાર નહોતો, પરંતુ ત્યારબાદ સમજાવ્યા બાદ તેણે પીચ છોડી. ચાલો તો આ આર્ટિકલમાં જાણીએ શું છે આખો મામલો.

આ બધુ કોલકાતા નાઈટ રાઇડર્સની ઇનિંગની 12મી ઓવરમાં થયું. સનરાઇઝર્સ હૈદરબાદનો ફાસ્ટ બોલર ટી. નટરાજન જ્યારે બોલિંગ કરી રહ્યો હતો, ત્યારે ઓવરનો ત્રીજો બોલ સીધો રિંકુ સિંહના પગમાં જઈને લાગ્યો. બોલરે અપીલ કરી અને અમ્પાયરે થોડા સમય સુધી રાહ જોયા બાદ આઉટ આપી દીધો. આ દરમિયાન રિંકુ સિંહ અમ્પાયરના નિર્ણય પર હેરાન હતો. નો સ્ટ્રાઈકર એન્ડ પર ઊભા તેના સાથી સેમ બિલિંગ્સે અમ્પાયરને રિવ્યૂની અપીલ કરી, પરંતુ એ માનવામાં ન આવ્યું કેમ કે, જે બેટ્સમેન આઉટ થાય છે તે જ રિવ્યૂની અપીલ કરી શકે છે.

રિંકુ સિંહે જ્યારે એમ કર્યું ત્યાં સુધીમાં 15 સેકન્ડનો સમય વીતી ચૂક્યો હતો. એવામાં અમ્પાયરે રિવ્યૂ ન લેવા દીધું. ત્યારબાદ રિંકુ સિંહ અને બંને અમ્પાયર્સ વચ્ચે ઘણા સમય સુધી વાતચીત થઈ. રિંકુ સિંહ પીચ છોડવા માટે રાજી નહોતો. આ દરમિયાન ફિલ્ડિંગ ટીમનો કેપ્ટન કેન વિલિયમ્સન પણ આવ્યો. તેણે સેમ બિલિંગ્સ સાથે વાત કરી. અમ્પાયર્સે વારંવાર રિંકુ સિંહને સમજાવવાનો પ્રયત્ન કર્યો, ત્યારબાદ અંતે તે મેદાન છોડીને ગયો. જોકે ત્યારબાદ રિપ્લેમાં જોવામાં આવ્યું તો ખબર પડી કે રિંકુ સિંહ આઉટ જ હતો.

એટલે કે તે રિવ્યૂ લઈ લેતો તો પણ આઉટ જ આપવામાં આવતો, પરંતુ આ બધાએ વધુ એક બહેસને જન્મ આપી દીધો છે. આ વખત IPLમા એવું ઘણી વખત થયું, જ્યાં અમ્પાયર્સના નિર્ણય પર સવાલ થઈ ગયા કે અમ્પાયર્સના નિર્ણય ખોટા સાબિત થયા. આ અગાઉ મુંબઈ ઇન્ડિયન્સ (MI) અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ની મેચમાં વીજળી કાપના કારણે ચેન્નાઈનો ઓપનર બેટ્સમેન ડેવોન કોનવે રિવ્યૂ લઈ શક્યો નહોતો. મેચની વાત કરીએ તો કોલકાતાએ પહેલા બેટિંગ કરતા સીમિત 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 177 રન બનાવ્યા હતા, જવાબમાં હૈદરાબાદની ટીમ સીમિત 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 123 રન જ બનાવી શકી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp