એકલતા દૂર કરવા 103 વર્ષીય દાદાએ 49 વર્ષીય મહિલા સાથે કર્યા નિકાહ, બોલી-પહેલા તો.

PC: sachbedhadak.com

ભોપાલમાં રહેનારા હબીબ નજર ઉર્ફ મંઝલે મિયાંને મધ્ય પ્રદેશના સૌથી ઉંમરવાન વરરાજા કહી શકાય છે. તેનું કારણ એ છે કે 103 વર્ષની ઉંમરમાં વૃદ્ધ મંઝલે મિયાંએ 49 વર્ષીય ફિરોજ જહાં સાથે લગ્ન કર્યા. સ્વતંત્રતા સંગ્રામ સેનાની હબીબે એકલતા દૂર કરવા માટે ઉંમરના આ પડાવમાં ત્રીજી વખત લગ્ન કર્યા છે. ઈન્ટરનેટ મીડિયા પર આ અનોખા લગ્નની ખૂબ ચર્ચા છે. આ લગ્ન તો વર્ષ 2023માં થયા હતા, પરંતુ તેનો વીડિયો હવે વાયરલ થઈ રહ્યો છે. આ લગ્ન અનોખા એટલે છે કેમ કે તેમાં વરરાજાની ઉંમર 103 વર્ષ છે અને દુલ્હનની ઉંમર 49 વર્ષ.

ભોપાલના રહેવાસી સ્વતંત્રતા સેનાની હબીબ નજરે 103 વર્ષની ઉંમરમાં 49 વર્ષીય ફિરોજ જહાં સાથે લગ્ન કર્યા છે. આ લગ્ન ગયા વર્ષે થાય હતા, પરંતુ રવિવારે કોઈએ સોશિયલ મીડિયા પર તેનો વીડિયો વાયરલ કરી દીધો. હબીબ નજરના આ ત્રીજા લગ્ન છે. વાયરલ વીડિયોમાં હબીબ નજર એક ઓટોમાં પોતાની દુલ્હન સાથે લગ્ન કરીને પોતાના ઘરે પાછા ફરી રહ્યા છે. વાયરલ વીડિયોમાં મંઝલે મિયાંને લોકો શુભેચ્છા આપી રહ્યા છે અને હબીબ હસતા બધાનો આભાર માનતા નજરે પડી રહ્યા છે કે કોઈ વસ્તુની કોઈ કમી નથી. કમી આપણાં દિલોમાં છે.

હબીબ નજરે બતાવ્યું કે, તેમના પહેલા લગ્ન મહારાષ્ટ્રના નાસિક અને બીજા લગ્ન ઉત્તર પ્રદેશના લખનૌથી થયા હતા. પહેલી બેગમથી કોઈ સંતાન ન થયા અને તેનું થોડા વર્ષ અગાઉ મોત થઈ ગયું. બીજા લગ્નથી પણ સંતાન સુખ ન મળ્યું અને તેનું પણ લગભગ 2 વર્ષ અગાઉ નિધન થઈ ગયું હતું. ત્યારબાદ એકલતાથી ઝઝૂમી રહેલા વૃદ્ધે કોઈના માધ્યમથી 49 વર્ષીય ફિરોજ જહાં સુધી સંબંધની વાત પહોંચાડી. પહેલા તો મહિલાએ ના પાડી દીધી હતી, પરંતુ વૃદ્ધની સેવા કરવાના સંબંધે બેગમ બનવા માટે તૈયાર થઈ ગઈ.

આખરે ફિરોજ જહાંના રૂપમાં તેમને નવી હમસફર મળી, જે પોતે પણ પતિના નિધન બાદ એકલી હતી. ફિરોજ જહાના જણાવ્યા મુજબ તે આ લગ્ન માટે એટલે માની ગઈ કેમ કે હબીબનું ધ્યાન રાખવા માટે કોઈ નહોતું. હબીબ નજરનાઆ પૌત્રએ મોહમ્મદ સમીરને જણાવ્યું કે, તેમના દાદા હબીબે દેશની આઝાદી માટે લડાઈ લડી હતી. તેઓ આજે પણ પૂરી રીતે સ્વસ્થ છે. ગયા વર્ષે તેમને લાગ્યું કે તેમની દેખરેખ મારે કોઇની જરૂરિયાત છે, એવામાં તેમણે લગ્ન કરવાનું મન બનાવ્યું, તેમને એક સારા જીવનસાથીના રૂપમાં બેગમ ફિરોજ જહાં મળી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp