53 વર્ષની માતાને મળ્યો પ્રેમ, ફરીથી કર્યા લગ્ન, ભાવુક પુત્રએ શેર કર્યો ફોટો

PC: aajtak.in

એક પુત્રએ સોશિયલ મીડિયા પર તેની 53 વર્ષીય માતા માટે ભાવનાત્મક પોસ્ટ લખી છે. મહિલાએ વર્ષ 2013માં 44 વર્ષની ઉંમરમાં તેના પતિને ગુમાવ્યો હતો. આ પછી તે કેન્સર અને કોવિડથી પીડિત હતી. પુત્ર બહાર રહેતો હતો અને માતાને ભારતમાં એકલા રહેવું પડ્યું હતું. તમામ મુશ્કેલીઓ છતાં પણ મહિલાએ હિંમત ન હારી અને ગયા વર્ષે તેને એક વ્યક્તિ સાથે પ્રેમ પણ થયો જેની સાથે તેણે લગ્ન કર્યા હતા.

મહિલા કેન્સર અને ડિપ્રેશન જેવી બીમારીઓથી પણ પીડિત હતી. પરંતુ તેણે ક્યારેય આશા ગુમાવી નહીં. મહિલાના પુત્ર જિમીત ગાંધીએ LinkedIn પર તેની માતાની ભાવનાત્મક કહાણી સંભળાવી છે, જેને યુઝર્સ દ્વારા પસંદ પણ કરવામાં આવી રહી છે. યુઝર્સે પણ જીમીતની પોસ્ટની પ્રશંસા કરી છે. Linkedin પ્રોફાઇલ મુજબ, જિમિત ગાંધી Refinitiv નામની કંપનીમાં સેલ્સ અને એકાઉન્ટ મેનેજમેન્ટનું કામ સંભાળે છે અને દુબઈમાં રહે છે.

વાયરલ પોસ્ટમાં શું લખ્યું છે

જિમિત ગાંધીએ તેમની પોસ્ટમાં તેમની માતાને 'Fighter' અને 'Warrier'ના બિરુદથી સન્માનિત કર્યા છે. તેમણે લખેલી પોસ્ટના શબ્દો શું છે? તે તમને જણાવશું. જીમીતે લખ્યું છે કે, 'તેણે 2013માં પતિ ગુમાવ્યો હતો. ત્યારે તેમની ઉંમર 44 વર્ષની હતી. વર્ષ 2019 માં, તેને સ્ટેજ 3 નું સ્તન કેન્સર હોવાનું નિદાન થયું હતું, ત્યારબાદ બે વર્ષ સુધી ઘણી વખત કીમોથેરાપી કરવામાં આવી હતી.

તે 2 વર્ષ પછી સ્વસ્થ થઇ. કેન્સરની સારવાર દરમિયાન તેણીને ડેલ્ટા વેરિઅન્ટ હોવાનું જાણવા મળ્યું હતું. આ દરમિયાન તેઓ ડિપ્રેશન અને કેન્સર બંનેનો ભોગ બન્યા હતા. પરંતુ તેણે ક્યારેય હાર ન માની. તે 52 વર્ષની ઉંમરે પ્રેમમાં પડી હતી. તેણીએ લગ્ન કર્યા અને ભારતીય સમાજમાં પ્રચલિત ઘણા કુરિવાજો ને સમાપ્ત કર્યા. તે ફાઇટર(Fighter) છે અને તે મારી માતા છે.

14 ફેબ્રુઆરીએ લગ્ન હતા કર્યા

જીમિતે પોતાની પોસ્ટમાં આગળ લખ્યું છે કે મારી પેઢીના તમામ લોકો, જો તમારા માતા-પિતા સિંગલ છે, તો તેમને મદદ કરો, જો તેમને કોઈ જીવનસાથી મળે તો તેમને સપોર્ટ કરો, જિમતે 'Hindustan Times' સાથે વાત કરતા કહ્યું કે શરૂઆતમાં તેની માતા તેમના સંબંધો વિશે જણાવતા અચકાતી હતી. પરંતુ તેણે આ વાત તેની પત્નીને કહી. જીમીતના કહેવા પ્રમાણે તેની માતાના લગ્ન 14 ફેબ્રુઆરીના રોજ થયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp